હુમાને તેના ચાહક કબાબ રોયલ્ટી કહે છે : અહેવાલ

805

બોલિવુડની લોકપ્રિય અભિનેત્રી હુમા કુરેશીનુ કહેવુ છે કે તેના ચાહકો તેને કબાબ રોયલ્ટી તરીકે બોલાવે છે. તેને કબાબ ખુબ પસંદ હોવાના કારણે તેના ચાહકો આ નામથી જ બોલાવવા લાગી ગયા છે. હુમાએ કહ્યુ છે કે તે વાણિજ્ય પાટનગર મુંબઇને ખુબ જ પસંદ કરે છે પરંતુ અહીં તે કેટલીક બાબતને લઇને નિરાશ છે. અહીં ખાવા પીવાની કેટલીક ચીજોને લઇને તે નિરાશ છે. દિલ્હીમાં હુમા એક રેસ્ટોરન્ટ પણ ધરાવે છે. બોલિવુડની સૌથી આશાસ્પદ સ્ટાર પૈકી એક તરીકે રહેલી હુમા કુરેશીનુ કહેવુ છે કે ચાહકો તેને ખાસ નામથી બોલાવે છે. તેને મુંબઇ પસંદ છે પરંતુ જ્યારે ખાવા પીવાની વાત આવે છે ત્યારે તેને થોડીક નિરાશા હાથ લાગે છે. અહીં ટિક્કા તેમના ઘર જેવા નથી.આ શહેરને થોડાક ફેરફાર કરવાની જરૂર છે. મલિકા દુઆની યજમાનીવાળા શોમાં ભાગ લેવા માટે પહોંચેલી હુમાએ પોતાની પસંદગીની ખાવા પીવાની ચીજ અંગે વિસ્તારપૂર્વક વાત કરી હતી. મુંબઇમાં કબાબ મળવા મામલે હુમાએ કહ્યુ હતુ કે તેના શહેરમાં એક વેચાણકાર છે. જે ખુબ શાનદાર ચીજ વેચે છે. જેથી કેટલીક વખત તેના ત્યાંથી ખરીદી કરી લઇએ છીએ. તેનુ કહેવુ છે કે દિલ્હીમાં અલગ મજા રહેલી છે. પોતાના ભાઇ અને અભિનેતા સાકીબ અંગે વા કરતા હુમાએ કહ્યુ છે કે તે અને તેના ભાઇ સાકીબ વચ્ચે ખુબ સારી કેમિસ્ટ્રી રહેલી છે. અમે એકબીજાની ખુબ નજીક છીએ. અમે એકબીજાની સાથે અમારા સંબંધ અને જીવનના મામલે વાત કરતા રહીએ છીએ. તેનુ કહેવુ છે કે તે ખુબ આદર્શ છે પરંતુ જ્યારે ઘરના કામની વાત આવે છે ત્યારે તે બિલકુલ કામ કરતો નથી. ેનુ કહેવુ છે કે અમે સાથે રહીએ છીએ. પરંતુ તે ક્યારેય ભોજન બનાવતો નથી.

Previous articleડ્રેગનનો વિરોધ છતાં કિરણ રિજિજૂ ભારત-ચીન દ્ધિપક્ષીય બેઠકમાં સામેલ
Next articleરોમેન્ટિક મ્યુઝિક વિડીઓમાં દેખાશે શિવિન નારંગ!