૨૦૧૭માં અંતિમ વનડે રમનાર કોરી એન્ડરસનની ફરી એકવાર ન્યૂઝીલેન્ડની આંતરરાષ્ટ્રીય ટીમમાં વાપસી થઈ છે. ઓલરાઉન્ડ કોરી એન્ડરસન સિવાય બેટ્સમેન ગ્લેન ફિલિપ્સને પાકિસ્તાન વિરુદ્ધ આગામી ટી-૨૦ શ્રેણી માટે ન્યૂઝીલેન્ડની ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.
વર્તમાનમાં બંન્ને ખેલાડી સંયુક્ત અરબ અમીરાતમાં ન્યૂઝીલેન્ડ-એ ટીમમાં છે. આ બંન્ને પાકિસ્તાન વિરુદ્ધ બાકી રહેલી બે વનડે મેચમાં રમશે.
ત્યારબાદ મુખ્ય ટીમમાં સામેલ થશે. ન્યૂઝીલેન્ડ માટે અત્યાર સુધી ૮ ટી-૨૦ મેચ રમનાર ફિલિપ્સને માર્ટિન ગુપ્ટિલ ઈજાગ્રસ્ત થવાને કારણે ટી-૨૦ શ્રેણીમાં તક મળી છે. ગત સપ્તાહે પાકિસ્તાન-એ વિરુદ્ધ રમાયેલી ટી-૨૦ શ્રેણીમાં તેણે બે અડધી સદી ફટકારી હતી.
એન્ડરસને કહ્યું, પીઠની ઈજામાંથી બહાર આવ્યા બાદ બોલિંગમાં વાપસી કરવાનું સારુ લાગી રહ્યું છે. છેલ્લા ત્રણ વર્ષમાં મેં પ્રથમવાર ૧૦ ઓવર સુધી બોલિંગ કરી. મને સારૂ લાગી રહ્યું છે.
ન્યૂઝીલેન્ડ ક્રિકેટના પસંદગીકાર ગાવિન લાર્સેને કહ્યું, કોરી અને ફિલિપ્સ સારા ફોર્મમાં છે અને સ્થાનિક પરિસ્થિતિમાં તેણે સારૂ પ્રદર્શન કર્યું છે. તે બંન્ને નિશ્ચિત રીકે ટીમને મજબૂતી આપશે.
ન્યૂઝીલેન્ડ ટી-૨૦ ટીમ : કેન વિલિયમસન (કેપ્ટન), કોરી એન્ડરસન, માર્ક ચાપમાન, કોલિન ડી ગ્રાન્ડહોમે, લોકી ફગ્ર્યૂસન, એડમ મિલને, કોલિન મુનરો, ગ્લેન ફિલિપ્સ, સેથ રાંસ, ટિમ સીફર્ટ, ઈશ સોઢી, ટિમ સાઉથી અને રોસ ટેલર.