કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન સર્વ નેતૃત્વનાં પૂર્વ તાલીમાર્થીઓ માટે એક સ્પેશિયલ સેશનનું આયોજન કડી કેમ્પસ ખાતે એસ. કે. પટેલ બિલ્ડીંગ ખાતે કરાયું હતું.
જેમાં ખુબ મોટી સંખ્યામાં વિવિધ કોલજના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. જેમાં શહેરના ટ્રેનર દીપકભાઈ તેરૈયા, પંચગીની મહારાષ્ટ્રથી ઈનિસિએટિવ ફોર ચેન્જ કાર્યક્રમના સંયોજક નીરૂબેન ગાંધી અને તેમના સાથે વિવિધ રાજ્યોના ૭ તાલીમાર્થીઓ અને સર્વ નેતૃત્વના તાલીમાર્થીઓ ઉપસ્થિત રહી એકબીજાના વિચારો અને અનુભવોની આપલે કરી હતી.