તાજેતરમાં જ મોલ મલ્ટિપ્લેક્સ દ્વારા ર્પાકિંગ ચાર્જ વસૂલવા મુદ્દે હાઈકોર્ટે ચૂકાદો આપ્યો હતો કે, મોલ મલ્ટીપ્લેક્સ સંચાલકો પ્રથમ એક કલાક માટે ફ્રી ર્પાકિંગની સુવિધા આપવી પડશે. પ્રથમ એક કલાક બાદ ફોર વ્હીલર માટે મહત્તમ રૂપિયા ૩૦ અને ટુ વ્હીલર માટે મહત્તમ રૂપિયા ૨૦ ચાર્જ વસૂલી શકશે.
હાઈકોર્ટે ચૂકાદો આપતા કહ્યુ કે, ર્પાકિંગ મુદ્દે સરકારને જરૂરી લાગે તો સરકાર યોગ્ય નિયમો બનાવીને રોક લગાવી શકે છે. જેની સામે આ જે કેટલાક મોલ સંચાલકોએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. રાજ્યના તમામ મોલ-મલ્ટીપ્લેક્સને એક કલાક ફ્રી ર્પાકિંગ અને ત્યારબાદ ટુ વ્હીલર માટે દસ રૂપિયા અને ફોર વ્હીલર માટે ૨૦ રૂપિયા વસૂલી શકાશે. સિંગલ જજના હુકમને મોલ-મલ્ટિપ્લેક્સ સંચાલકોએ ડિવિઝન બેંચ સામે પડકાર્યો છે. તેમની રજૂઆત છે કે, પ્રથમ કલાક ફ્રી ર્પાકિંગની સુવિધા આપવાના હાઈકોર્ટના આદેશ પહેલા તેમને સાંભળવાની તક આપ્યા વગર જ આદેશ આપવામાં આવ્યો છે. જેથી સિંગલ જજના હુકમને રદ્દ કરવામાં આવે. આ મામલે ડિવિઝન બેન્ચ તમામ પક્ષકારોને સાંભળ્યા પછી નિર્ણય કરશે.