ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મુકવા સુપ્રીમનો સ્પષ્ટ ઇનકાર

1351

સુપ્રીમ કોર્ટે આજે અતિમહત્વપૂર્ણ અને દૂરગામી અસર થાય તે રીતે ફટાકડાના વેચાણ પર દેશવ્યાપી પ્રતિબંધ મુકવાનો સાફ ઇન્કાર કરી દીધો હતો. જો કે સુપ્રીમ કોર્ટ દ્વારા કેટલીક શરતો પણ લાગુ કરવામાં આવ હતી. સુપ્રીમ કોર્ટના ચુકાદા પર આજે તમામની નજર હતી. મંગળવારે પોતાના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે કહ્યુ હતુ કે ફટાકડાનુ ઓનલાઇન વેચાણ કરી શકાશે નહીં. ફટાકડાનુ વેચાણ પણ હવે માત્ર લાયસન્સ ધરાવતા ટ્રેડર્સ દ્વારા જ કરી શકાશે. અરજી પર સુનાવણી કરતી વેળા સુપ્રીમ કોર્ટે કેટલીક મહત્પૂર્ણ શરતો પણ લાગૂ કરી હતી. સુપ્રીમ કોર્ટે પર્યાવરણને ઓછું નુકસાન પહોંચાડનાર ફટાકડાના ઉત્પાદન અને વેચાણની મંજુરી આપી હતી જેનાથી દેશભરમાં ઓછું પ્રદૂષણ ફેલાશે. સુપ્રીમ કોર્ટનો ચુકાદો એા સમયે આવ્યો છે જ્યારે થોડાક દિવસ બાદ દિવાળીની ઉજવણી કરવામાં આવનાર છે. દિવાળી ઉપર ફટાકડા ફોડવા માટે કોર્ટે સમય મર્યાદા પણ નક્કી કરી દીધી છે. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ દિવાળી પર સાંજે આઠ વાગ્યાથી ૧૦ વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે. આ પહેલા મામલામાં ૨૮મી ઓગસ્ટના દિવસે જસ્ટિસ એકે સિકરી અને અશોક ભૂષણની બનેલી બેંચે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. હાલમાં વાયુ પ્રદુષણને લઇને એકબાજુ વ્યાપક ઝુંબેશ ચાલી રહી છે. વાયુ પ્રદુષણ પર બ્રેક મુકવા માટે દેશભરમાં ફટાકડાના ઉત્પાદક અને વેચાણ પર રોક મુકવા માટેની માંગ ઉઠી રહી હતી. અરજી પર સુનાવણી કરતી વેળા સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. આ પહેલા આ મામલામાં ૨૮મી ઓગષ્ટના દિવસે જસ્ટીસ એકે સિકરી અને અશોક ભુષણન બનેલી બેંચે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. સુપ્રીમ કોર્ટે પહેલા કહ્યુ હતુ કે પ્રતિબંધ સાથે જોડાયેલી અરજી પર વિચારણા કરતી વેળા ફટાકડાના ઉત્પાદકોની આજીવિકાના મુળભુત અધિકાર અને દેશના ૧.૩ અબજ લોકોના આરોગ્યના અધિકાર સહિત તમામ જુદા જુદા પરિબળો પર ધ્યાન આપવાની જરૂર છે. સુપ્રીમ કોેર્ટના આજના ચુકાદાથી ફટાકડાના કારોબાર સાથે જોડાયેલા દેશના તમામ કારોબારીઓને મોટી રાહત થઇ છે.

કારણ કે જો ફટાકડાના ઉત્પાદન અને વેચાણ પર જો કોઇ પણ પ્રકારના પ્રતિબંધ મુકવામાં આવ્યા હોત તો કારોબારીઓને મરણતોળ ફટકો પડ્યો હોત. સાથે સાથે ફટાકડા ફોડીને પરંપરાગત ઉજવણી કરવામાં વિશ્વાસ ધરાવતા લોકોને પણ ફટકો પડ્યો હતો. દિવાળી પર મોટા પ્રમાણમાં ફટાકડા ફોડવાની પ્રથા રહેલી છે. આવી સ્થિતીમાં આજના ચુકાદાને મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતા કહ્યું હતું કે, બંધારણની કલમ ૨૧ (જીવનના અધિકાર) તમામ વર્ગના લોકો ઉપર લાગૂ થાય છે. ફટાકડા ઉપર દેશવ્યાપી પ્રતિબંધ ઉપર વિચારણા કરતી વેળા સમય સંતુલન જાળવવાની પણ જરૂર રહે છે. કોર્ટે કેન્દ્ર સરકારને પ્રદૂષણ ઉપર અંકુશ મુકવા માટે ઉપાય કરવા અને એ બાબત કહેવા માટે પણ કહ્યું છે કે, ફટાકડા પર પ્રતિબંધ મુકવાથી વ્યાપકરીતે જનતા ઉપર શું અસર થઇ શકે છે. ઓછા પ્રદૂષણ ફેલાવતા ફટાકડાને ડેસીબલ યુનિટમાં મંજુરી આપવામાં આવી છે. ઇ-કોમર્સની વેબસાઈટ ઉપર ફટાકડાઓના વેચાણ કરી શકાશે નહીં. નવા વર્ષે અને ક્રિસમસના દિવસે પણ રાત્રે ૧૧.૪૫ વાગ્યાથી ૧૨.૧૫ વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે. કોર્ટે તહેવાર ઉપર કોમ્યુનિટી ક્રેકરની ફિઝિબિલીટીની શક્યતા ચકાસવા તમામ રાજ્યોને આદેશ કર્યો હતો. જસ્ટિસ એકે સિકરી અને અશોક ભૂષણની બનેલી બેંચ દ્વારા આ ચુકાદો આપવામાં આવ્યો હતો. ગયા વર્ષે નવમી ઓક્ટોબરના દિવસે સુપ્રીમ કોર્ટે દિવાળી પહેલા ફટાકડાના વેચાણ ઉપર કામચલાઉ પ્રતિબંધ મુક્યો હતો. સુપ્રી કોર્ટના આજના ચુકાદાથી ફટાકડાઓનું વેચાણ કરનાર વેપારીઓ અને ફટાકડા ફોડવા માટે રસ ધરાવનાર લોકોને રાહત થઇ છે. જો કે, આ વખતે કેટલીક ખાસ શરતો લાગૂ કરવામાં આવી છે.

દર વર્ષે દિવાળીના પ્રસંગની આસપાસ પ્રદૂષણની સપાટી અનેકગણી વધી જાય છે. ભૂતકાળમાં સુપ્રીમ કોર્ટે ફટાકડા ઉપર પ્રતિબંધ મુકવાનો નિર્ણય કર્યો હતો અને ઘણી શરતો પણ લાગૂ કરી હતી પરંતુ હવે આમાં હળવું વલણ અપનાવવામાં આવ્યું છે. હવામાં ૨.૫ પીએમ લેવલની સપાટી નુકસાનકારક રહે છે. લોકોના ફેફસાને આના લીધે નુકસાન થયું છે. ગંભીર આરોગ્યની સમસ્યા સર્જાય છે. ફટાકડા બનાવનાર એકમો તરફથી દલીલો આપવામાં આવી હતી કે, ફટાકડાના ઉપયોગ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મુકવો જોઇએ નહીં પરંતુ ફટાકડાઓનો ઉપયોગ કઠોર ધારાધોરણ હેઠળ કરવામાં આવે તે રીતે આગળ વધવું જોઇએ. રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં હવા પ્રદૂષણના પરિણામ સ્વરુપે આરોગ્યની ઘણી સમસ્યા દિવાળી તહેવાર પર સર્જાય છે.

Previous articleપશ્ચિમ બંગાળ : સંતરાગાછી રેલવે સ્ટેશન પર ભાગદોડ, ૨ના મોત, અનેક ઈજાગ્રસ્ત
Next articleઅમૃતસર ટ્રેન દુર્ઘટના : બિહારમાં નવજૌત કૌર સામે કેસ દાખલ થયો