ભાવનગર શહેરને હરીયાળુ બનાવવા કટીબધ્ધ એવી ગ્રીનસીટી સંસ્થા દ્વારા એરપોર્ટમાં, રેલ્વે સ્ટેશનમાં વૃક્ષારોપણ કર્યા બાદ આજરોજ એસ.ટી. સ્ટેન્ડની અંદર તથા એસ.ટી. સ્ટેન્ડની અંદર તથા એસ.ટી. સ્ટેન્ડની બહારની બાજુના રોડ પર તથા વિઠ્ઠલવાડી ઉદ્યોનગરમાં શેઠ બ્રધર્સના સૌઝન્યથી પરિવારના તમામ ભાઈઓ દ્વારા લીમડા, પેન્ટાકોરમ તથા હનુમાનચંપાના ર૭ વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ વૃક્ષારોપણ પ્રસંગે શેઠ બ્રધર્સના કમલેશભાઈ શેઠ, દેવેનભાઈ શેઠ, પ્રજ્ઞેશભાઈ શેઠ, તેજસભાઈ શેઠ, ગૌરવાભાઈ શેઠ, મોહિતભાઈ શેઠ તથા ફલકભાઈ શેઠ દ્વારા કરવામાં આવ્યું હતું.