શહેરનાં મતવાચોક વિસ્તારમાં ત્રણ વર્ષ પૂર્વે સમદ આરબની ફાયરીંગ કરી હત્યા કરાઈ હતી. જે બાબતે સમદ ગેંગ અને ઉબેદ ગેંગ વચ્ચે ગેંગવોર ચાલતી હતી જે ગુન્હામાં થોડા દિવસ પહેલાં ઉબેદ શેખ અને વલ્લી હાલારી સહિત આઠ આરોપીને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા હતા આ ગેંગવોરમાં એક વર્ષ પૂર્વે ભુતના લીંમડા પાસે મંહમદી બાગમાં લગ્ન પ્રસંગે જમણવારમાં આવેલા ઉબેદ શેખ અને વલ્લી હાલારી પર ફાયરીંગ કરી ગંભીર ઈજાઓ પહોચાડનાર શખ્સની હત્યા કરવામાં આવી હતી જે ગુન્હામાં છેલ્લા એક વર્ષથી ફરાર ચાર આરોપીને આજરોજ ગંગાજળીયા પોલીસ સ્ટાફે ઝડપી લીધા હતા જ્યારે વલ્લી હાલારીનો ભાઈ રીઝવાન હજુ ફરાર હોય તેને પકડવા ચક્રો ગતીમાન કર્યા છે.
ગંગાજળિયા પોલીસ સ્ટેશનના પો ઇન્સ. કે સી ઝાલાને મળેલ બાતમી આધારે ભાવનગર જીલ્લાના ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૧૬ માં થયેલ ખૂનના ગુન્હામાં વોન્ટેડ આરોપીઓ ઇરાફનભાઈ ઉર્ફે પાનીયો અશરફભાઈ સુમરા રહે કુંભારવાડા મોતી તળાવ રામાપીર ના મંદિર પાસે જી. ભાવનગર., આક્રમભાઈ ઉર્ફે ભોપો અશરફભાઈ સુમરા રહે કુંભારવાડા મોતી તળાવ રામાપીર મંદિર પાસે ., ઇલીયાસભાઈ હારૂનભાઈ બેલીમ રહે જમનાકુંડ કેજીએન સોસાયટી બ્લોક ન ૧૧., હાજી ઉમરભાઈ હનીફભાઈ ઉર્ફે હફા સોર રહે બેસ્ટ ચિકનની સામે કામળફળી ભીલવાડા સર્કલ ભાવનગર વાળાને પકડી પાડેલ છે. આમ ગંગાજળિયા પોલીસ સ્ટેશનના ડી સ્ટાફ ના માણસો ખૂન ના ગુન્હામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીઓને પકડવામાં સફળતા મળેલ છે. આ કામગીરીમા ગંગાજળિયા પોલીસ સ્ટેશનના પોલિસ ઇન્સ. કે સી ઝાલા તથા હેડ કોન્સ. સુખુભા ગોહિલ તથા વિજયસિંહ ગોહિલ, જયરાજસિંહ જાડેજા, કમલેશદાન ગઢવી, મીતેશભાઈ જોષી પોલીસ કોન્સ. વનરાજભાઈ ખુમાણ,ધર્મેન્દ્ર સિંહ ચુડાસમા , રાજેશભાઈ ગોહેલ, મનદીપસિંહ ગોહિલ, હિરેનભાઈ મકવાણા, જોડાયા હતા.