તાજેતરમાં નાણામંત્રી દ્વારા બેંક ઓફ બરોડા, દેના બેંક અને વિજયા બેંકના એકત્રીકરણ કરવાની જાહેરાત કરાતા બેંક કર્મચારીઓમાં ભારે નારાજગી ફેલાવા પામી છે. એકત્રીકરણના કારણે કર્મચારીઓ અને ગ્રાહકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે જયારે ગુજરાત બેંક વર્કસ યુનિયનના આદેશથી આજે દેનાબેંક ડોન શાખાએ બેંકોના એકત્રીકરણના વિરોધમાં સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતાં. જેમાં ર૦૦ ઉપરાંત કર્મચારીઓ જોડાયા હતાં.