એમ.કે.ભાવ. યુનિ. દ્વારા ર૮મો ઐશ્વર્યમ યુવા મહોત્સવ યોજાશે

1001

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા ર૮મો યુવાન મહોત્સવ યુનિ. સંલગ્ન તક્ષશીલા કોલેજના યજમાન પદે યોજાનાર છે. ત્રણ દિવસ સુધી યોજાનાર આ મહા યુવા ઉત્સવમાં વિવિધ કોલેજોના યુવક-યુવતિઓ જોડાશે.

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા આયોજીત ર૮મો આંતર કોલેજ સ્પર્ધાત્મક યુવક મહોત્સવ ઐશ્વર્ય યુવા મંથન ર૦૧૮ તક્ષશીલા ઈન્સ્ટીટયુટ ઓફ સાયન્સ એન્ડ કોમર્સના યજમાન પદે તા.ર૬, ર૭, અને ર૮ ઓકટોબર કુલ ત્રણ દિવસ માટે યોજાશે જેમાં  કલાયાત્રા તા.ર ૬-૧૦ના રોજ સવારે ૮-૩૦ કલાકે કાળીયાબીડ પાણીની ટાંકીથી કલા ગુરૂ ધરમશી શાહ મુખ્યમંચ (એમફી થિયેટર) સુધી યોજાશે. તથા યુવા ઉત્સવનું ઉદ્દઘાટન સવારે ૧૧ કલાકે એમ્ફીથયેટર ખાતે યોજાશે. સમગ્ર કાર્યક્રમના મુખ્ય આકર્ષણોમાં પ્રશ્ન મંચ (પ્રાથમિક) તત્કાલ ચિત્ર, મિમિક્રી સ્વરચિત કાવ્ય પઠન, ભજન, એકાંકી-૧ લોકનૃત્ય, કોલાજ, હળવુ કંઠય સંગીત સુગમ સંગીત, મુક અભિનય તથા તા.ર ૭ ઓકટોબરના રોજ શાસ્ત્રીય સંગીત, પોસ્ટ મેકીંગ, શાસ્ત્રીય નૃત્ય, પ્રશ્ન મંચ, એકાંકી સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા, કલે મોડેલીંગ, સમુહગીન, તત્કાળ ચિત્ર, કાર્ટુનિંગ, એકપાત્રીય અભિનય, સંગીત, નિબંધ સ્પર્ધા, શાસ્ત્રીય સંગીત, લોક સંગીત, રંગોળી, એકાંકી સ્પર્ધા-૩ દુહા-છંદ, શાસ્ત્રીય સંગીત તથા ર૮ ઓકટોબરના રોજ લઘુનાટક, સ્થાપન કલા, સમુહ ગીન, લોકગીત તથા સમાપન યોજાશે. આ યુવા મહોત્સવમાં કુલ ૧૦ર૮ યુવક-યુવતિઓ ભાગ લેશે જેમાં વધુ સંખ્યા યુવતીઓની રહેશે. તદ્દઉપરાંત અંતિમ દિને ૧૦૦ પ્રતિભા સંપન્ન ભાવેણાના વ્યકિતઓનું સન્માન કરાશે. સમગ્ર કાર્યક્રમમાં કલા જગતના ખ્યાતનામ તજજ્ઞો જજ તરીકે સેવા આપશે. હાલ સમગ્ર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

Previous articleઅડગ અને મક્કમ નિર્ધારે સુપ્રિમ કોર્ટમાં વિજય અપાવ્યો : ગણેશનું તબીબ બનવાનું સ્વપ્ન સાકાર થશે
Next articleલોકોને અનેક સમસ્યાઓથી છુટકારો અપાવતી થેરાપીથી ભાવનગરમાં વિનામુલ્યે થતી સારવાર