ભાવનગર એક સંસ્કારીનગરી તરીકેની છાપ ઘરાવે છે. તેથી જ લોકોમાં આરોગ્ય અને સ્વાસ્થયની જાળવણી માટે અનેક સંસ્થાઓ તથા સાર્વજનીક દવાખાનાઓમાં લોકોને વિનામુલ્યે સારવાર આપવામાં આવી રહી છે. આવી જ એક હીટ વેલનેસ સેન્ટર નામની સંસ્થા થેરાપી દ્વારા વિનામુલ્યે લોકોની અનેક શારીરીક સમસ્યાનો ઉકેલ લાવી રહી છે અને લોકો તેનો લાભ લઈ રહ્યા છે.
શહેરના ઘોઘાસર્કલથી રૂપાણી જવાના રસ્તે અર્થ એરોનમાં હીટ વેલનેસ સેન્ટરમાં ફ્રીમાં થેરાપીથી વિવિધ રોગોની સારવાર આપવામાં આવી રહી છે. જેમાં મશીન ઉપર પગ રાખીને માત્ર અડધો કલાક બેસવાથી અનેક સમસ્યાઓથી છુટકારો અને રાહત મળે છે. જેમાં લોહીના પરીભ્રમણમાં ફાયદા થાય છે. તેમા કોર્ષની વૃધ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો ત્વચાને વધારે સ્વસ્થ બનાવી રોગપ્રતિકારક શક્તિ વધારે, ઓકસીજનથી સમૃધ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો, બ્લ્ડ પ્રેશર, મગજની સ્થિતમાં સુધારો તથા શરીરમાં જોમ અને શક્તિ વધારે છે. સ્નાયુઓ મજબુત બનાવે છે. જેમાં રક્ત પરિભ્રમણમાં સુધારો, સ્નાયુ પુનઃસ્થાપન અને મજબુત બનાવે, નસોની પીડાથી રાહત, પેટના સ્નાયુઓને ટોન કરે છે. અને પાચનક્રિયામાં વૃધ્ધિ કરે છે. જયારે ડાયાબીટીક, ન્યુરોપેથીક પીડા ઘટાડવા ઉપરાંત સંધીવા સંબંધિત પીડા અને શરીરમાં થતા દુઃખાવો દુર કરવા સાથે દીર્ધકાલીન પીડા ઘટો છે.
પીઠ દર્દ તેમજ ઘુંટણના દુઃખાવા માટે ખુબ જ લાભદાયક છે ઘુંટણની બળતરા મટાડવા ઉપરાંત સ્નાયુમાં તાકાત વધારવામાં થેરાપી ખુબ જ ઉપયોગી પુરવાર થઈ રહ્યું છે. તેમજ નબળા રક્ત પરિભ્રમણને પુનઃ યોગ્ય રીતે પરિભ્રમણ કરતુ બનાવે છે. આમ અનેક સમસ્યાથી છુટકારો વિનામુલ્યે હીટ વેલનેસ સેન્ટરમાં થેરાપી સારવારથી મળી રહ્યો છે. જેનો દરરોજ સવારે ૯ થી સાંજે ૬ વાગ્યા સુધી અનેક લોકો લાભ લઈ રહ્યા છે અને દર્દમાંથી છુટકારો મેળવી રહ્યા છે.