વરતેજ તાબેના થોરડી ગામે આવેલ કરીયાણીની દુકાનમાં આગનો બનાવ બનતા ગ્રામજનો એકઠા થઈ આગને મહામહેનતે કાબુમાં લીધી હતી. વરતેજ તાબેના થોરડી ગામે આજે વહેલી સવારે કરીયાણાની દુકાનમાં આગનો બનાવ બનવા પામ્યો હતો. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. બનાવ બનતાં ગર્મજનો એકઠા થયા હતાં. અને ફાયર બ્રિગ્ડને જાણ કરાતાં ફાયર ઓફીસેથી સીટી બહાર જવાની સ્પષ્ઠ ના પાડી હતી. બાદ ગ્રામજનોએ મહામહેનતે પાણીનો મારો કર્યો હતો. અને આગને કાબુમાં લીધી હતી. આગમાં મસમોટું નુકશાન થયાનું જાણવા મળ્યું હતું જો કે બનાવ અંગે વરતેજ પોલીસ મથકમાં પણ આગ લાગ્યાની કોઈ નોંધ થવા પામી ન હતી.