ભાવનગર જીલ્લા પંચાયત તથા મહાપાલિકાના આરોગ્ય વિભાગની ટોબેકો કંટ્રોલ સ્કવોર્ડ દ્વારા શહેરના નિર્મળનગર વિસ્તારમાં આવેલ પાન-મસાલાની દુકાન પર ચેકીંગ હાથ ધરી નિયમના ભંગ બદલ દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. ટોબેકો કંટ્રોલ સ્કવોર્ડની ટીમ દ્વારા શહેરના નિર્મળનગર વિસ્તારમાં આવેલ પાન-મસાલાની દુકાનમાં ચેકીંગ કરવામાં આવ્યું હતું નિયમના ભંગ બદલ વેપારીઓ પાસેથી દંડ વસુલ કરવામાં આવ્યો હતો. આ કામગીરીમાં ડો.પી.એ. પઠાણ, મમતાબેન કથરીયા, હિરેનભાઈ, દેવાંગભાઈ સહિતના જોડાયા હતાં.