સાસરીયાના ત્રાસથી કંટાળી ગયેલ યુવાનનો આત્મવિલોપનનો પ્રયાસ

720
bvn12112017-9.jpg

શહેરના દેસાઈનગરમાં રહેતા યુવાને સાસરીયાઓના ત્રાસથી કંટાળી જઈ એસ.પી. કચેરીએ આત્મવિલોપનનો પ્રયાસ કરતા પોલીસ કેરોસીન ભરેલ કેન સાથે ઝડપી લીધો હતો.
પ્રાપ્ત વિગત મુજબ શહેરના દેસાઈનગર ઋષીરાજનગરમાં રહેતા નિલ્ષભાઈ ભીખાભાઈ ગઢીયા (પટેલ)ના લગ્ન ૬ વર્ષ પહેલા બરવાળા તાલુકાના રોજીદ ગામે રહેતા જાગૃતીબેન બોધરા સાથે થયા હતાં. છ વર્ષના લગ્ન ગાળામાં બે સંતાનો છે. જાગૃતીબેન અવાર-નવાર ઝગડો કરી પોતાના પીયર રોજીદ ચાલ્યા જતા હતા અને સંતાનોની જીંદગી ન બગડે તે માટે નિલેષભાઈ પટેલ તેમને લેવા જતા હતાં. પરંતુ તેના પત્ની જાગૃતબેન તથા સાસુ-સસરા સહિતના મેણા-ટોણા મારી અમારે નથી મોકવી તેવુ કહી કાી મુકતા હતા જેનાથી કંટાળી જઈ નિલેષભાઈએ ગત તા. ૬ના રોજ એસ.પી.ની લેખીતમાં અરજી કરી હતી અને યોગ્ય પગલા નહીં ભરાય તો આત્મવિલોપનની ચીમકી આપી હતી. જેના પગલે આજરોજ નિલેષભાઈ ગઢીયા કેરોસીન ભરેલુ કેન લઈ એસ.પી. કચેરીએ આત્મ વિલોપન કરવા પહોંચ્યા હતાં.ે જયાં એલસીબી અને બોરતળાવ પોલીસ મથક સ્ટાફે નિલેષભાઈને ઝડપી લીધા હતાં. 

Previous articleમંહમદી બાગમાં થયેલી હત્યાનાં ગુન્હામાં ચાર આરોપી ઝડપાયા
Next articleવિપક્ષોએ ભારે વિરોધ કરતા જીએસટી સામે સરકાર જુકી