એક ધનાઢય ગુજરાતી બિઝનેસમેનનો એક માત્ર દીકરો જય શાહ (સન્ની પંચોલી) ઇન્ડિયન આર્મીમાં ભરતી થવા ઈચ્છે છે પરંતુ તેના પિતા રમેશ શાહ (મનોજ જોશી) તેની આ ઈચ્છાની વિરુદ્ધ છે અને તે ઈચ્છે છે કે જય તેઓના બિઝનેસમાં ઉન્નતિ લાવે. પોતાના સપનાને પૂરું કરવા માટે જયે પૂર્વ આર્મી કર્નલ સિદ્ધરાજ ઝાલા (રોહિત રોય) ની મદદ લેવી પડે એમ હોય છે, આ એ જ વ્યક્તિ હોય છે જેના કારણે જયને કોલેજમાંથી કાઢી મુકવામાં આવે છે તેમજ તેના જીવનના એકમાત્ર સાચા પ્રેમીને ગુમાવવી પડે છે. સિદ્ધરાજ ઝાલા એક સમયે ઇન્ડિયન આર્મીમાં કારગિલ યુદ્ધ દરમિયાન બેસ્ટ સ્ટ્રેટેજીસ્ટ તરીકે સેવા આપતા હતા પરંતુ આગળ જતા કોર્ટ દ્વારા તેને દોષિતજાહેર કરવામાં આવેલ હોય છે. વર્ષ ૨૦૧૩ના સીરીયલ બૉમ્બ બ્લાસ્ટ પછી અમદાવાદમાં બધુ જ બદલાઈ જાય છે. અચાનક જય એવી પરિસ્થિતિમાં મુકાઈ જાય છે જ્યાં તેની પાસે રાજ્યના ચાર મોટા ફફૈંઁને આતંકી હુમલાથી બચાવવા માટે માત્ર ૯૦ મિનિટ હોય છે અને શું થશે જયારે જયને ખબર પડે છે કે ચાર ફફૈંઁમાંથી એક તેની માતા જ છે? જય અને સિદ્ધરાજ ઝાલા આ મિશન માટે એકસાથ કામ કરે છે અને મિશનના અંતે જયને આતંકી હુમલા વિરુદ્ધ તટસ્થ સાહસ દેખાડવા બદલ આઈએમએ દ્વારા પ્રતિષ્ઠિત સમ્માન મળે છે તેમજ સિદ્ધરાજ ઝાલાને તેની પોસ્ટ ફરી મળે છે અને એટલું જ નહિ તેને પરમ વીર ચક્રથી સમ્માનિત કરવામાં આવે છે.