દબંગ’ની સફળતા બાદ સોનાક્ષી સિંહાએ ’રાઉડી રાઠોડ’, ’લૂંટેરા’ અને ’હોલિડે’ જેવી હિટ ફિલ્મો આપી, પરંતુ ’તેવર’, ’અકિરા’ અને ’નૂર’ જેવી ફિલ્મોની નિષ્ફળતાથી તે ખાસ્સી પાછળ ચાલી ગઇ, જોકે ’ઇત્તફાક’ ફિલ્મથી તેણે કમબેક કર્યું, પરંતુ ’હેપ્પી ફિર ભાગ જાયેગી’ની નિષ્ફળતાએ તેને પાછળ ધકેલી દીધી. આમ છતાં પણ તેનાં હાથમાં કેટલીક સારી ફિલ્મો છે. મહિલા પ્રધાન ફિલ્મોનું ચલણ વધ્યું છે. તેને એક સકારાત્મક સંદેશ ગણાવતાં સોનાક્ષી કહે છે કે હું આ બદલાવનું સ્વાગત કરું છું. અમને પણ મોકો મળવો જોઇએ કે અમે એવા રોલ પ્લે કરીએ, જે લોકોના દિલમાં ઊતરી જાય. લોકો અમારા કામની એટલી જ પ્રશંસા કરે જેટલી તેઓ પુરુષ અભિનેતાની કરતા હોય છે. આ ખૂબ જ સારી વાત છે કે મહિલાઓ પર ફિલ્મો લખાઇ રહી છે. અમે કંઇક અલગ કરીને અમારી ઓળખ બનાવી રહ્યાં છીએ. દેશી ગર્લથી લઇને એક્શન ગર્લ સુધીની સફર કેવી રીતે પૂરી કરી તે અંગે વાત કરતાં સોનાક્ષી કહે છે કે હવે એક પર્ફોર્મર તરીકે હું આનાથી પણ વધુ સારું કામ કરવા ઇચ્છું છું.