વરૂણ ધવન ટુંક સમયમાં જ લગ્ન કરે તેવી પૂરી સંભાવના

994

હાલમાં બોલિવુડમાં અનેક કલાકારોના લગ્નને લઇને સમાચારો વારંવાર આવી રહ્યા છે. એકબાજુ જ્યાં બોલિવુડની ફેવરીટ જોડી રણવીર સિંહ અને દિપિકાના લગ્નના હેવાલ આવી રહ્યા છે. બીજી બાજુ હવે હેવાલ આવ્યા છે કે વરૂણ ધવન પણ ટુંક સમયમાં જ લગ્ન કરનાર છે. યુવા પેઢીમાં લોકપ્રિયતા મેળવી રહેલો વરૂણ ધવન પણ લગ્ન કરવા માટેની તૈયારીમાં છે. વરૂણ ધવને પોતે આ અંગેની વાત કરી છે. તેનુ કહેવુ છે કે તેના લગ્નમા પણ વધારે સમય રહ્યો નથી. વરૂણ ધવન ટુંક સમયમાં જ સુઇ ધાગા નામની ફિલ્મમાં એક પરિણિત પુરૂષની ભૂમિકામાં નજરે પડનાર છે. અસલ લાઇફમાં તેના લગ્નને લઇને શુ સમાચાર છે તે અંગે પુછવામાં આવતા વરૂણે કહ્યુ હતુ કે તે ટુંક સમયમાં જ લગ્ન કરનાર છે. વરૂણ ધવન વારંવાર તેની લાંબા ગાળાની ગર્લફ્રેન્ડ નતાશા દલાલની સાથે નજરે પડે છે. જેથી તેમના લગ્નને લઇને અટકળો ચાલી રહી છે. હાલમાં લગ્નના સમાચારો ચાલી રહ્યા છે. એકબાજુ દિપિકા અને રણવીર સિંહ ઇટાલીમાં લગ્ન કરનાર છે. કબીર બેદીએ તો તેમને શુભકામના પણ આપી દીધી છે. બાજુ હોલિવુડમાં પોતાની એક્ટિંગથી ડંકો વગાડી ચુકેલી પ્રિયંકા ચોપડા પણ અમેરિકી બોયફ્રેન્ડ નિક જોનસની સાથે લગ્ન કરવા માટેની તૈયારીમાં છે. નિક અને પ્રિયંકાની સગાઇ થઇ ચુકી છે. જોધપુરમાં લગ્ન થનાર છે. થોડાક સપ્તાહ પહેલા પ્રિયંકા એક કાર્યક્રમમાં પોતાની સગાઇ અંગેની રિંગ સાથે નજરે પડી હતી. બીજી બાજુ રણબીર કપુર અને આલિયા ભટ્ટ વચ્ચેના લગ્નના સમાચાર પણ બોલિવુડમાં શરૂ થઇ ગયા છે. જો કે હજુ સુધી તમામ બાબતો સ્પષ્ટ થઇ રહી નથી.

Previous articleમામી ૨૦૧૮માં શોર્ટ ફોર્મટ્‌સને સન્માનિત કરવા માટે યામી ગૌતમને શોર્ટ ફિલ્મ સેક્શનના જૂરી સદસ્યના પદ સંભાળ્યું!
Next articleક્રિકેટર નાશિર જમશેદ પર ૧૦ વર્ષનો પ્રતિબંધ યથાવત