ક્રિકેટર નાશિર જમશેદ પર ૧૦ વર્ષનો પ્રતિબંધ યથાવત

1496

ક્રિકેટ જગતમાં છેલ્લા કેટલાક સમયથી ફિક્સિંગનો અવાજ જોરશોરથી ગુંજી રહ્યો છે આમાં પાકિસ્તાને છેલ્લા થોડા મહિના પહેલા પોતાના પૂર્વ ઓપનર બેટ્‌સમેન  નાશિર જમશેદ પર પાકિસ્તાન સુપર લીગમાં ફિક્સિંગ સાથે સંકળાયેલ એક કેસમાં ૧૦ વર્ષનો પ્રતિબંધ લગાવ્યો હતો. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે જમશેદ પર પાકિસ્તાન સુપર અકિલા લીગ (પીએસએલ)માં ફિક્સિંગ સાથે સંકળાયેલ કેસમાં લાગેલા ૧૦ વર્ષના પ્રતિબંધને યથાવત રાખ્યો છે. જમશેદ એ છ ખેલાડીઓમાં સામેલ  હતો, જેના પર ઘણી વખત સ્પોટ ફિક્સિંગ કરવાનો આરોપ લાગ્યો હતો. ચાલુ વર્ષે ઓગસ્ટમાં અકીલા આ મામલામાં તેને એન્ટી કરપ્શન વિભાગે ૧૦ વર્ષના પ્રતિબંધની સજા ફટકારી હતી. પીસીબીએ એક નિવેદનમાં જણાવ્યુ કે, સ્વતંત્ર તપાસકર્તાએ તેના પર લાગેલા પ્રતિબંધને બધી રીતે યોગ્ય ગણાવ્યો છે અને આ સજા યથાવત રહેશે. પીસીબીની એન્ટી કરપ્શન ટ્રીબ્યુનલે જમશેદને બોર્ડના એન્ટી કરપ્શન કોડની ૭ કલમોના ઉલ્લંઘનનો દોષિત માન્યો હતો. જમશેદે પાકિસ્તાન  માટે બે ટેસ્ટ, ૪૮ વનડે અને ૧૮ ટી ૨૦ મેચ રમી છે. બોર્ડે જમશેદ ઉપરાંત શર્શીલ ખાન, ખાલિદ લતીફ, મોહમ્મદ ઈરફાન અને મોહમ્મદ નવાઝને અલગ અલગ સજા  ફટકારી છે.

Previous articleવરૂણ ધવન ટુંક સમયમાં જ લગ્ન કરે તેવી પૂરી સંભાવના
Next articleસ્વિસ ઇન્ડોર ટેનિસ ટુર્નામેન્ટમાં ફેડરર બીજા રાઉન્ડમાં