ગાંધીનગરમાં કોર્પોરેશન સંચાલિત જાહેર શૌચાલયોમાં ૨૫થી વધુ કામદારોને ત્રણ મહિનાથી પગાર ન ચૂકવાયો હોવાની રાવ ઉઠી છે.
સાંઈ એન્ટરપ્રાઈઝ માટે કામ કરતાં કામદારોએ આ અંગે કોર્પોરેશનમાં રજૂઆત કરી છે. ખાવાનું પણ ઉધારી પર ચલાવી રહેલાં આ કામદારોને જો દિવાળી પહેલાં પૈસા નહીં મળે તો તહેવાર બગડશે.
ઉલ્લેખનિય છે કે કોર્પોરેશન સંચાલિત ૫૨ શૌચાલયોમાં કોર્પોરેશન દ્વારા કોન્ટ્રાક્ટર્સને ટોઈલેટ દીઠ ૧૯,૫૦૦ રૂપિયા ચૂકવાય છે. જેમાં સાંઈ અને સુભમ એન્ટરપ્રાઈઝ બે પેઢી આ કામગીરી કરે છે. કોર્પોરેશન સંચાલિત ૨૫થી શૌચાલયના સફાઈ કામદારોને ૩ માસથી પગાર ન ચૂકવાયો હોવાની રાવ.
સાંઈ એન્ટરપ્રાઈઝ કોન્ટ્રાક્ટર અને મહિલા કોર્પોરેટરની વાતચીતની ઓડિયો ક્લીપ તાજેતરમાં વાઈરલ થઈ હતી. જેમાં સ્થાઈ સમિતિના ચેરમેન મનુભાઈ પટેલ બધી વાત જાણતા હોવાની વાતનો ઉલ્લેખ પણ થયો હતો. સફાઈ કામદારોનું કહેવું છે કે, ૩ માસથી પગાર નહીં મળતા જીવવું મુશ્કેલ બની ગયું છે. કોર્પોરેશનના નેતાઓ અને કોન્ટ્રાક્ટર્સના વિવાદમાં અમે સફાઈ કામદારો પિસાઈ રહ્યાં છીએ.
સાંઈ એન્ટરપ્રાઈઝના કોન્ટ્રાક્ટર બીટ્ટુને પૂછતા તેણે કહ્યું કે, ‘કામદારોની વાત સાચી છે પરંતુ કોર્પોરેશનમાંથી ૭ માસથી પૈસા મળ્યા નથી.