ગૃહરાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે કચ્છ જિલ્લાના છસરા ગામે ચૂંટણીની જુની અદાવતના કારણે થયેલી જુથ અથડામણ બાદ હાલ પરિસ્થિતિ પર સંપૂર્ણ રીતે કાબુ કરવામાં આવ્યો છે. પોલીસ વિભાગની ત્વરિત કામગીરી અને પગલાના પરિણામે ઘટનાના પ્રત્યાધાતો રાજ્યમાં બીજા ક્યાંય પડયા નથી. રેન્જી ૈંય્ દ્વારા બન્ને સમાજના અગ્રણીઓ સાથે વાતચીત અને સમજાવટના કારણે ૪ મૃતકોના અંતિમ સંસ્કારની વિધિ પુર્ણ કરવામાં આવી છે. તેમજ કચ્છ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે એડી. ડી.જી.પી. સંજય શ્રીવાસ્તવને ભૂજ જવા માટે રવાના કરાયા છે.
રાજ્યમાં સુખ અને શાંતિ જળવાઇ રહે તે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખાસ ધ્યાન કેન્દ્દીત કર્યુ છે. આજે રાજ્યમંત્રી મંડળની મળેલી બેઠકમાં પણ સીએમ રૂપાણીએ ઘટનાને અત્યંત સંવેદનાથી લઇને છસરા ગામે અને કચ્છ જિલ્લામાં સંપુર્ણ રીતે શાંતિ જળવાઇ રહે તે માટે સત્વરે પગલા લેવા સુચનાઓ આપી છે. મુદ્રા અને અંજારમાં જીઇઁની કંપની તૈનાત કરવામાં આવી છે. ઉપરાંત ગાંધીધામ અને ભચાઉ ખાતે ડીવાયએસપીની નિગરાની હેઠળ ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
ગૃહમંત્રીએ વધુમા જણાવ્યું કે છસરા ગામે બનેલ બનાવ આકસ્મિક અંદરો અંદરની ચૂંટણી અદાવત અને સ્થાનિક વિકાસ કામોને લીધે બન્યો હોઇ બન્ને પક્ષોએ ફરિયાદ લેવાઇ છે. જરૂરી પુરાવાઓ એકત્રિત કરાયા છે અને પુરાવાઓ ચકાસણી માટે હ્લજીન્માં મોકલી દેવાયા છે. ઘટના બન્યા બાદ તાત્કાલિક ધોરણે જિલ્લા પોલીસ અધિક્ષક અને રેન્જ આઇ.જી. ઘટનાસ્થળે પંહોચી ગયા હતા અને વધારાની પોલીસ મંગાવીને ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને ઘટનાને કાબુમાં લેવાઇ હતી. જોકે રેન્જ આઇ.જી. દ્વારા બન્ને સમાજના લોકોને સહકાર આપવા અપિલ પણ કરાઇ છે. પ્રદીપસિંહે વધુમા જણાવતા કહ્યું કે, છસરા ગામે થયેલ જીવલેણ હુમલામાં આહિર સમાજના ચાર વ્યકિતઓના મોત નીપજયા છે. અને બે વ્યકિતઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.
તેજ રીતે સામે પક્ષે કુંભાર સમાજના બે વ્યકિતિઓના મોત નીપજ્યા છે જ્યારે એક વ્યકિત ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. આ મર્ડર વીથ રાયોટીંગની ઘટનાની જાણ પોલીસને થતા તાત્કાલિક ધોરણે છસરા ગામે પહોંચી ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પોલીસ વિભાગની સર્તકતાને કારણે આ ઘટનાના પડધા અન્ય જગ્યાએ જિલ્લામાં કયાંય નથી પડ્યા. સમગ્ર ઘટનાની દેખરેખ સરહદી રેન્જના પોલીસ મહાનિરીક્ષક ડી.બી.વાઘેલા કરી રહ્યાં છે.