ઇશ્વરને પણ ખિસકોલીની જરૂર પડી હતી : પીએમ નરેન્દ્ર મોદી

784

વડા પ્રધાન મોદીએ બુધવારે મેં નહીં હમ પોર્ટ અને એપ્લિકેશન લોન્ચ કરી હતી. આ કાર્યક્રમમાં આઇટી અને ઇલેક્ટ્રોનિક વિનિર્માણ ક્ષેત્ર સાથે જોડાયેલા ઉદ્યોગપતિ તથા કર્મચારીઓે જોડાયા હતા. સેલ્ફ ફોર સોસાયટીની થીમ પર કામ કરતી આ વેબસાઇટ આઇટી ક્ષેત્ર સાથે જોડાયેલા વેપારીઓ અને સંગઠનોને સામાજિક ચિંતા અને સમાજ સેવા સાથે જોડાયેલા તેમના પ્રયાસોને એક સાથે એક મંચ પર લાવવાનું સ્ટેજ આપશે. લોન્ચિંગ બાદ વડાપ્રધાન મોદીએ સંબોધન કર્યું હતું. જેમાં તેઓએ જણાવ્યું કે સ્વપ્રેરણાથી વસ્તુ બદલાઇ છે.

વડાપ્રધાન મોદીએ દિલ્હીના નેહરુ સ્ટેડિયમ ખાતે એક લાખથી વધુ આઇટી તજજ્ઞોને સંબોધ્યા હતા. જેમાં પીએમ મોદીએ જણાવ્યું કે કેટલાક લોકોના સંતોષ માટે કેટલાક લોકો કામ કરે છે, સ્વપ્રેરણાથી વસ્તુઓ બદલાય છે, કોઇપણ કાર્યમાં સામુહિકતા જોડાય ત્યારે તાકાત બને છે અને આ તાકાતથી સમાજમાં બદલાવ આવે છે. ભારતનું ભવિષ્ય ટેક્નોલોજીમાં છે, લોકોએ મદદ માટે આગળ આવવું જોઇએ. જ્યાં છો તેનાથી આગળ વધવાનો પ્રયાસ કરવો જોઇએ. વિશ્વ ભારતને લીડરની દ્રષ્ટીએ જુએ છે.

આ સિવાય મોદીએ ગાંધીજીના પોરબંદર સ્થિત ઘરને યાદ કરતાં જણાવ્યું કે ગંદકી માટે લોકોએ મનથી વિચારવું જોઇએ અને ગંદકી ન ફેલાવવી જોઇએ.

વડાપ્રધાનના આ પ્રયાસથી પ્રોદ્યોગિકીનો લાભ સમાજમાં નબળા વર્ગ સુધી પહોંચાડવા માટે પરસ્પર સહયોગમાં ઝડપ આવશે. પોર્ટલની મદદથી સમાજમાં સારું કામ કરવા ઇચ્છુક લોકોની વ્યાપક સહભાગિતાને પણ પ્રેરણા મળશે. આ કાર્યક્રમમાં અનેક ઉદ્યોગપતિ અને આઇટી નિષ્ણાંતો અને ઇલેક્ટ્રોનિક ઉપકરણ બનાવનારી કંપનીના કર્મચારીઓને મળ્યા હતા. આ કાર્યક્રમનું દેશભરમાં ૧૦૦થી વધુ સ્થળોએ આઇટી અને ઇલેક્ટ્રોનિક વિનિર્માતા વીડિયો કોન્ફ્રેન્સની મદદથી જોડાયા હતા.

Previous articleરાફેલ સોદા પર પ્રશ્ન ઉઠાવનાર વર્માને દૂર કરી દેવાયા : રાહુલ
Next articleભારત ઈઝરાયેલ પાસેથી ૫૬૦૦ કરોડની મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ ખરીદશે