વર્મા અને અસ્થાનાને રજા પર મોકલાયા

702

સીબીઆઇની અંદર નંબર-૧ અને નંબર-૨ની લડાઇની વચ્ચે કેન્દ્ર સરકારે અતિ કઠોર વલણ અપનાવીને આખરે રાતોરાત જ તપાસ ટીમ બદલી નાંખતા ખળભળાટ મચી ગયો છે. મંગળવારે મોડી રાતથી લઇને આજે દિવસ દરમિયાન જોરદાર ઘટનાક્રમનો દોર જારી રહ્યો હતો. સીબીઆઇના ઇતિહાસમાં અગાઉ ક્યારેય ન બન્યા હોય તેવા ઘટનાક્રમ જોવા મળ્યા હતા. હજુ સુધી આ મામલામાં સમાધાનના પ્રયાસમાં લાગેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારે સીવીસીની ભલામણ મળતાની સાથે જ ખુબ જ કઠોર વલણ અપનાવીને સીબીઆઇના વડા આલોક વર્મા અને સ્પેશિયલ ડિરેક્ટર રાકેશ અસ્થાના બંનેને ાાજુ વર્માની જગ્યાએ એમ નાગેશ્વર રાવને વચગાળાના ડિરેક્ટર તરીકેની જવાબદારી સોંપી દીધી હતી. રાવ સીબીઆઈમાં હજુ સુધી જોઇન્ટ ડિરેક્ટર તરીકે કામ કરી રહ્યા હતા. ૧૯૮૬ની બેંચના આઈપીએસ અધિકારી રાવ તેલંગાણાના વારંગલ જિલ્લાના નિવાસી છે. આ સમગ્ર રાજકીય ઘટનાક્રમની શરૂઆત રાત્રે ૧૧ વાગે શરૂ થઇ હતી. સીબીઆઇમાં આ સમગ્ર નાટકીય ઘટનાક્રમની શરૂઆત રાત્રે ૧૧ વાગ્યા શરૂ થઇ હતી. સૌથી પહેલા સીબીઆઇના ડિરેક્ટર આલોક વર્માએ આદેશ જારી કર્યો હતો કે સ્પેશિયલ ડિરેક્ટર અસ્થાના પાસેથી તમામ જવાબદારી પરત લઇ લેવામાં આવી રહી છે. સીબીઆઇ દ્વારા અસ્થાના પર ત્રણ કરોડ રૂપિયા લાંચ લેવાનો આરોપ છે. આની સો જ મંગળવારના દિવસે દિલ્હી હાઇકોર્ટમાં સીબીઆઇએ એક બોંબ ફોડીને અસ્થાના પર વસુલી રેકેટ ચલાવવાનો આરોપ મુક્યો હતો. જો કે અસ્થાનાએ આને રદિયો આપ્યો હતો. સાથે સાથે વર્મા પર તેમને ફસાવી દેવાના વળતા આરોપ મુક્યા હતા. સીબીઆઇના ડિરેક્ટર દ્વારા આ આદેશ જારી કરવામાં આવ્યા બાદ તરત જ સક્રિય થઇને આ સમગ્ર મામલામાં દરમિયાનગીરી કરી હતી.

સરકારે નવો આદેશ જાર કરીને સીબીઆઇના ડિરેક્ટર આલોક વર્માને રજા પર મોકલી દીધા હતા.  સાથે સાથે અસ્થાનાને પણ રજા પર મોકલી દીધા હતા. ત્યારબાદ તરત જ સરકાર દ્વારા આદેશ કરીને કહેવામાં આવ્યુ હતુ કે વર્માની જગ્યાએ નાગેશ્વર રાવ વચગાળાના ડિરેક્ટર તરીકે જવાબદારી સંભાળશે. તેમની વર્માની જગ્યાએ નિમણૂક કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો હતો. સીબીઆઈમાં હાલમાં રાવ જોઇન્ટ ડિરેક્ટર તરીકે કામ કરી રહ્યા હતા. વર્ષ ૧૯૮૬ની બેંચના ઓરિસ્સાના આઇપીએસ અધિકારી રાવ તેલંગણાના વારંવગલ જિલ્લાના નિવાસી છે. કેન્દ્ર દ્વારા જારી કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યુ હતુ કે રાવની તાત્કાલિક ધોરણથી વરણી કરવામાં આવી રહી છે. બીજ બાજુ સીબીઆઇમાં ટોપ અધિકારીઓ વચ્ચે ખેંચતાણના કારણે સ્થિતી ગંભીર બની રહી છે. તપાસ સંસ્થાની વિશ્વસનીયતા પર પ્રશ્નો થઇ રહ્યા છે. ગઇકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર સાથે જોડાયેલા ટોપ અધિકારીઓ સમગ્ર દિવસ દરમિયાન આ વિવાદને ઉકેલવાના પ્રયાસમાં લાગેલા રહ્યા હતા.આલોક વર્માએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરી હતી. ત્યારબાદ આ કેસ સાથે જોડાયેલા ડીએસપી રેંકના અધિકારીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તમામ અધિકારીઓના આવાસ પર દરોડા પણ પાડવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન અનેક દસ્તાવેજો અને ડાયરી જપ્ત કરવામાં આવી હતી. સીબીઆઈની અંદર આગામી થોડાક દિવસમાં કોઇ મોટા ઘટનાક્રમ થવાની પણ શક્યતા દેખાઈ રહી છે. અધિકારી  દેવેન્દ્રની ધરપકડ બાદ સીબીઆઈએ આ કેસ સાથે સંબંધિત પ્રથમ નિવેદન જારી કર્યું છે જેમાં જણાવવામાં આવ્યું છે કે, ડીએસપી રેંકના અધિકારી દેવેન્દ્ર કુમારે કઈરીતે રાકેશ અસ્થાનાના કહેવા પર બનાવટી પુરાવા એકત્રિત કર્યા હતા. આમા જણાવવામાં આવ્યું છે કે, દેવેન્દ્ર કુમારે રાકેશ અસ્થાનાના કહેવા પર એવા લોકોના નિવેદન દિલ્હીમાં લેવાનો દાવો કરવામાં આવ્યો હતો જે લોકો તે દિવસે દિલ્હીમાં હતા જ નહીં.ૃ

Previous articleભારત ઈઝરાયેલ પાસેથી ૫૬૦૦ કરોડની મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ ખરીદશે
Next articleમી ટુ : રાજનાથના નેતૃત્વમાં જીઓએમની કરાયેલ રચના