રાજુલામાં ૭ર ગામના તલાટીઓની ઉપવાસી છાવણીની મુલાકાતે પહોંચતા રાજકીય આગેવાનો

699

રાજુલા તાલુકાના ૭ર ગામના તલાટી કમ મંત્રીઓ અને જાફરાબાદ તાલુકાના ૪૧ ગામના તલાટી કમ મંત્રીઓને રાજુલા, જાફરાબાદના તાલુકા પ્રમુખો બન્ને તાલુકાના સરપંચ એસોસીએશન પ્રમુખો ગામના રૂંધાતા વિકાસ બાબતે ત.ક.મ.ના પ્રશ્નોનું તાત્કાલિક નિવારણ સરકાર આવે હડતાલ છાવણીની મુલાકાતે. રાજુલા તાલુકાના૭ર ગામોના તેમજ જાફરાબાદ તાલુકાના ૪ર ગામના ત.ક.મંત્રીઓ તા. રર થી ચોકકસ મુદતની હડતાલ પર ઉતરી ગયા હોય જે તલાટી કમ મંત્રીઓના સરકાર પાસે મુખ્ય ૬ મહલના પ્રશ્નોની માંગ પેડીંગ હોય જેનું નિરકારણ આજ સુધી ન થતા રાજયના તમામ તલાટી કમ મંત્રીઓ અચોકકસ મુદ્દતની હડતાલ પર ઉતરી જવાથી તમામ ગામોની જનતાના તેમજ ગ્રામ પંચાયતોના કામો સદંતર બંધ થઈ જવાથી જનતા વતી તમામ સરપંચો તેમજ રાજુલા તાલુકાના તાલુકા પંચાયત પ્રમુખ સ્થાનેથી બળવંતભાઈ લાડુમોર કારોબારી ચેરમેન ભીખાભાઈ પીંજર તેમજ સરપંચ મંડળના તાલુકા પ્રમુખ વિરભદ્રભાઈ ડાભીયા તેમજ જાફરાબાદ તાલુકા પંચાયતના કરણભાઈ બારૈયા  ચેરમેન પાંચાભાઈ ડાભી તેમજ જાફરાબાદ સરપંચ એસોસીએશન તાલુકા પ્રમુખ મહીપતભાઈ વરૂ ઉપપ્રમુખ વિજાણંદભાઈ વઘેલા તાલુકા કોંગ્રેસ જાફરાબાદ મંત્રી લખમણભાઈ બાંભણીયા વાઢેરા સહિત હડતાલ છાવણીમાં બેઠેલ ત.ક.મંત્રીઓની રૂબરૂ મુલાકાત તેમજ રાજુલા જિલ્લા પંચાયતના  સુકલભાઈ બળદાણીયા રાજુલા ભાજપમંત્રી કનુભાઈ ધાખડા સહિતે મુલાકાતમાં એમ જણાવ્યું કે ત.ક.મંત્રી ગામના વિકાસોમાં તેમજ અગ્રસચીવ હોય તેમની હડતાલ આમ જનતામાં ખુબ જ ઉહાપોહ જગાડનારી હોય માટે સરકારે ત.ક.મંત્રીઓને સમજાવટ મો રૂબરૂ મુલાકાત લઈ સમજદારી પુર્વક બાંધછોડ કરી સમાધાનો રાહ અપનાવવો જોઈએ કારણ આગામી લોકસભાની ચૂંટણી નજીક આવતી જાય છેઅ ને તમારી હડતાલને કોઈ રાજકીય રંગ લગાડી ન જાય તેનું ખાસ ધ્યાન રાખશો અને અંતે દુઃખી તો જનતા જ થશે માટે કોઈપણ રીતે સરકાર સામે સધાન કારી રસ્તો અપનાવવો બન્નેના હીતકારી રહેશે.

Previous articleમી ટુ : રાજનાથના નેતૃત્વમાં જીઓએમની કરાયેલ રચના
Next articleઓનલાઈન ખરીદી ટાળો, નાના વેપારીને બચાવો