મોટાભાગની ચીજવસ્તુઓનું ઓનલાઈન વેચાણ થઈ રહ્યું છે અને લોકો મોટા પ્રમાણમાં ખરીદી કરી રહ્યાં છે અને તેમાં કેટલાક લોકો છેતરાઈ પણ રહ્યાં છે અને જરૂરીયાત કરતા વધારે ખરીદી કરી રહ્યાં છે. પરિણામે નાના વેપારીઓ મુશ્કેલીમાં મુકાઈ રહ્યાં છે ત્યારે ભાવનગરના વેપારીઓ દ્વારા આજે શહેરના નિલમબાગ સર્કલ ખાતે મહારાજાની પ્રતિમાને પુષ્પાંજલી કરીને લોકોને ઓનલાઈન ખરીદીથી નાના વેપારીના ધંધા ચોપટ થવા જઈ રહ્યાં છે. પરિણામે તેને ત્યાં કામ કરતા માણસો પણ રોજગાર વિનાના બની રહ્યાં છે ત્યારે દિવાળીના તહેવારોની ખરીદી ઓનલાઈનના બદલે સ્થાનિક વેપારી પાસેથી કરીને તેમના ઘરમાં પણ દિવાળીના દિવા પ્રગટે તેવી લાગણી દર્શાવવા લોકોને અપીલ કરવામાં આવેલ.