બોટાદ જીલ્લાના રાણપુરમાં ભાદર નદીકાંઠે આવેલ સ્વામિનારાયણ મંદીરે શરદનુર્ણિમાંની ભવ્ય ઉજવણી કરાઈ જેમા સાળંગપુર કષ્ટભંજન દેવ મંદીરના સંત શ્રી હરિપ્રકાસદાસજી સ્વામી ખાસ પધાર્યા હતા અને કથાવાર્તાનો લાભ આપ્યો હતો આ સમયે સંતોએ કિર્તન ગાવાનુ ચાલુ કરતા અને રસિયો રાસ રમે કિર્તન ચાલુ થતા રાણપુર ના હરિભક્તોએ પણ રાસ રમવાનુ ચાલુ કરી દીધુ હતુ શરદપુર્ણિમાંની આ સત્સંગ સભામાં શ્રી હરિપ્રકાસદાસજી સ્વામીએ શરદપુર્ણિમાં નુ શુ મહત્તવ છે તેની વિષેશ વાતો કરી હતી અને આગામી ૨૭ તારીખથી સાળંગપુર ખાતે સૌ પ્રથમવાર હનુમંત કથા ત્રણ દીવસ યોજાવાની હોય તમામ રાણપુરના હરિભક્તોને સાળંગપુર પધારવા ખાસ આમંત્રણ આપવામાં આવ્યુ હતુ આ શરદપુર્ણિમાંની સત્સંગ સભામાં મોટી સંખ્યામાં હરિભક્તો હાજર રહ્યા હતા અંતમાં દુધપૌવાની પ્રસાદી આપવામાં આવી હતી