ભાવ. ડિસ્ટ્રીકટ એકસ સર્વિસમેન એસો. દ્વારા વિર જવાનો માટે કાર્યક્રમ યોજાશે

777

ભાવનગર ડિસ્ટ્રીકટ એકસ સર્વિસમેન એસોસિએશન તથા મિલ્ટ્રી સ્ટેશન કમાન્ડર જામનગરના ઉપક્રમે આગામી તા. ર૮-૧૦ના રોજ દેશના પુર્વ સૈનિકો વીરનારીઓ તથા આશ્રિતો માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમ અંગે યોજાયેલ પત્રરકાર પરિષદમાં માહિતી આપતા આયોજકોએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર ઝોનમાંથી ૭ વીર શહિદ જવાનોના પરિવારોનું સન્માન કરવામાં આવશે માજી જવાનો વીરનારીઓ તથા આશ્રિતોના કલ્યાણાત્મક કાર્યોની ઘોષણા તથા મેડીકલ કેમ્પ સેવા નિવૃત્ત જવાનો માટે ઈસીએચએસનું નવું સ્માર્ટકાર્ડ અંગે માહિતી અપાશે. તથા રેલી આયોજનમાં સૌરાષ્ટ્રના ભાવનગર જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, અમરેલી, દ્વારકા, સોમનાથ, પોરબંદરક, જુનાગઢ જિલ્લાનો સમાવેશ થશે. આ કાર્યક્રમમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

Previous articleરાણપુરમાં સરકારી દવાખાના પાસે આવેલ  પશુ માટેનો અવેડાની સફાઈની માંગણી
Next articleકે.આર.દોશી પી.જી. સેન્ટરમાં કારકીર્દી માર્ગદર્શન સેમિનાર