લાઠીદડ, સોસીયા, સરદારનગર ખાતે બ્લડ બેંક દ્વારા રકતદાન કેમ્પ યોજાયો

951

સ્વામિનારાયણ ગુરૂકુળના સંસ્થાપક અક્ષરનિવાસી પૂ. ગુરૂજી પુરાણી સ્વામી નારાયણપ્રિયદાસજી ની પુણ્ય સ્મૃતિ નિમિત્તે તા. ૧૭,૧૯,ર૦ ઓકટોબરના રોજ લાઠીદડ, સોસીયા, ગુરૂકુળ, સરદારનગર મુકામે ભાવનગર બ્લડ બેંક દ્વારા રકતદાન કેમ્પ યોજાયો હતો.

ભાવનગર સ્વા. ગુરૂકુળમાં ૬૪૮ જેટલા હરિભકત તથા વાલીઓએ, લાઠીદડ સ્વા. ગુરૂકુળમાં ર૦૮ વાલીઓ તથા સોસીયા સ્વા. ગુરૂકુળ (તળાજા) ૪૬ ગ્રામવાસીઓએ રકતદાન કર્યુ,ં કુલ ૯૦ર રકત યુનિટ એકત્રિ થયાં. ભાવનગરના શતક રકતદાતઓએ રકતદાન અંગે લોકોને સ્વાનુભવે સમજાવ્યું . રપ જેટલા થેલેસમીક બાળકો, વાલીઓ, રકતદાતાની સતત સેવા કરવા હાજર રહ્યાં. એકસેલ નર્સીંગ સ્કુલ તથા અકવાડા ગુરૂકુળ નર્સિંગ સ્કુલના તાલીમાર્થીઓની સેવા મળી હતી. સ્વામિનારાયણ ગુરૂકુળના સમગ્ર સ્ટાફ તથા પૂ. કે.પી.સ્વામીના માર્ગદર્શન નીચે સમગ્ર કેમ્પ સંપન્ન થયો.

Previous articleવલ્લભીપુરમાં ઋષિ વાલ્મીકી ભગવાનની જન્મજયંતિ નિમિત્તે વાલ્મીકીવાસ ખાતે કાર્યક્રમનું આયોજન
Next articleદ્વિતીય ચરણના લોકાર્પણની તડામાર તૈયારી