સરકાર પાસે વિવિધ પડતર માંગને લઈને રાજય ભરના તલાટી કમ મંત્રીઓએ હડતાળનું રણશીંગુ ફુકયું છે. જેમાં નવતર કાર્યક્રમ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.
હડતાલ પર ઉતરેલા તલાટી કમ મંત્રીઓએ સરકાર સમક્ષ મુકેલ માંગમાં પ મુદ્દાઓનો સમાવેશ થાય છે. જેમાં પંચાયત મંત્રી અને મહેસુલ તલાટીઓના સ્પષ્ટ જોબ ચાર્ટ બનાવવા અથવા બન્ને પોષ્ટને મર્જ કરી દેવી, પ્રમોશન સમયે પગાર વધવાની જગ્યાએ ઘટ છે એ વિસંગતતા દુર કરો વર્ષ ર૦૦૬ પુર્વે નિમણુંક પામેલ તલાટી કમ મંત્રીના ફિકસ નોકરીના સમય ગાળાને સળંગ ગણવામાં આવે ત.ક.મ.ને વિસ્તરણ અધિકારી પંચાયત આંકડા, સહકાર તથા નાયબ ચિટનીસમાં પ્રમોશન આપી નવી પેનશન યોજના બંધ કરી જુની પેન્શન પ્રથાને પુનઃ અમલી બનાવો આ માંગના ઉકેલ સાથે અધેવાડા ગામે તલાટી કમ મંત્રીઓએ એકઠા થઈ ગામાં સફાઈ અભિયાન હાથ ધર્યુ હતું.