કેન્દ્ર સરકારે ઇન્ટરનેટ સર્વિસ પુરી પાડતી કંપનીઓને આદેશ આપ્યો છે કે, તેઓ 827 પોર્ન વેબસાઇટ બ્લોક કરે. ઉત્તરાખંડ હાઇકોર્ટનાં આદેશ બાદ કેન્દ્ર સરકારે આ આદેશ જાહેર કર્યા છે.
ઉત્તરાખંડ હાઇકોર્ટે 857 પોર્ન વેબસાઇટ બ્લોક કરવાનો આદેશ આપ્યો હતો. જો કે, ઇલેક્ટ્રોનિક એન્ડ આઇટી મંત્રાલયને 30 વેબસાઇટમાં કોઇ વાંધાજનક મળ્યું નહોતું. આથી આ મંત્રાલયે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમને 827 પોર્ન વેબસાઇટ બ્લોક કરવા સૂચના આપી છે. આ તમામ વેબ પોર્ટલનાં હાઇકોર્ટનાં ઓર્ડરમાં નામ આપેલા હતા.