ટીમ ઈન્ડિયાનો ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની હાલ ખરાબ બેટિંગ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે. ગઈ કાલે ધોની તેના સૌથી પસંદગીના મેદાન વિશાખાપટ્ટનમમાં પણ વિન્ડીઝ સામે મોટી ઈનિંગ્સ રમવામાં નિષ્ફળ રહ્યો હતો અને માત્ર ૨૦ રન બનાવીને પેવેલિયનમાં પાછો ફર્યો હતો.
ધોનીના આ પ્રદર્શનના કારણે ક્રિકેટ ચાહકો ઉપરાંત કેન્દ્રની મોદી સરકારના પ્રધાન બાબુલ સુપ્રિયો પણ નારાજ છે. તેમણે ધોનીની બેટિંગથી નારાજ થઈ તેને નિવૃત્તિ લેવાની સલાહ આપી દીધી છે. જોકે, સુપ્રિયોએ ખુદને ધોનીનો સૌથી મોટો ફેન ગણાવ્યો અને કહ્યું કે જે રીતે આજકાલ ધોની આઉટ થઈ રહ્યો છે તે સ્વીકાર્ય નથી.
બાબુલ સુપ્રિયોએ ટિ્વટ કરીને લખ્યું કે, ”ધોની આજે જે રીતે આઉટ થયો તે માન્યામાં નથી આવતું. તેનો મોટો ફેન હોવા છતાં મારા દિમાગમાં એવો વિચાર આવે છે કે હવે તેણે ગુડબાય કહેવાનો સમય આવી ગયો છે. મારી સાથે અસહમત થવા માટે તમારું સ્વાગત છે.” સુપ્રિયોના આ ટિ્વટ બાદ ચાહકોની મિશ્ર પ્રતિક્રિયા મળી રહી છે. કેટલાકે ધોનીને હજુ પણ વનડે ક્રિકેટનો શ્રેષ્ઠ વિકલ્પ ગણાવ્યો છે.
સૌથી પસંદગીના મેદાન વિશાખાપટ્ટનમમાં પણ વિન્ડીઝ સામે મોટી ઈનિંગ્સ રમવામાં નિષ્ફળ રહ્યો હતો અને માત્ર ૨૦ રન બનાવીને પેવેલિયનમાં પાછો ફર્યો હતો.