અગાઉ એનડીએ સરકારમાં મંત્રી રહેલા ભાજપના જ નેતા અને પત્રકાર અરુણ શોરીએ પણ સીબીઆઈ ડાયરેક્ટરને રજા પર ઉતારી દેવાના મામલામાં સરકારની ટીકા કરતા કહ્યુ છે કે સરકારની કાર્યવાહીથી પોલીસ અને સિવિલ સર્વિસના અધિકારીઓની નૈતિક હિંમત તુટી જશે.
તેમણે કહ્યુ હતુ કે એવુ લાગે છે કે આપણે જાણે ચીન, સામ્યાવાદી રશિયા કે મીડલ ઈસ્ટમાં રહીએ છે જ્યાં કોઈ લોકશાહી જ નથી.દેશમાં વડાપ્રધાન સીવાય જાણે સરકારનુ અસ્તિત્વ જ નથી.પીએમઓ જેવુ કશુ રહ્યુ નથી, હવે ત્યાં માત્ર પટાવાળા, કર્મચારી અને સચિવ કામ કરે છે.
શૌરીએ કહ્યુ હતુ કે સરકાર નામની કોઈ ચીજ રહી છે ખરી ? ચીફ વિજિલન્સ કમિશન એક પ્યાદુ છે.સીવીસીને સલાહ આપવાનો પણ અધિકાર નથી. રાફેલ ડીલ પર જે ફરિયાદ થઈ છે તેમાં કોઈ કાર્યવાહી થઈ નથી.