મુન્ની બદનામ હુઇ જેવા આઇટમ સોંગ કરીને તમામ ચાહકોને રોમાંચિત કરી દેનાર સેક્સી મલાઇકા અરોડા ખાન પોતાના બોલ્ડ અને સેક્સી ફોટોના કારણે ફરી એકવાર ચર્ચામાં આવી છે. હવે મલાઇકાએ ફરીી હોટ ફોટા મુક્યા છે. સોશિયલ મિડિયા પર તેના ફોટોની ભારે ચર્ચા છે. તેનુ કહેવુ છે કે તે દબંગ-૩ ફિલ્મમાં કામ કરવા જઇ રહી નથી. અરબાજ સાથે સંબંધ તુટી ગયા બાદ સલમાન અભિનિત દબંગ-૩ ફિલ્મ માટે તેને આઇટમ સોંગની ઓફર કરવામાં આવી નથી. તે હાલમાં કોઇ મોટી ભૂમિકા ધરાવતી ફિલ્મો કરી રહી નથી. જે તેના ચાહકો માટે નિરાશાજનક સમાચાર છે. મલાઇકાએ પોતે કહ્યુ છે કે તે હાલમાં માત્ર આઇટમ સોંગ અને કેમિયો સુધીજ તેની ભૂમિકાને મર્યાદિત રાખી રહી છે.