સિનિયર અભિનેતા જેકી શ્રોફે કહ્યુ ંહતું આજે બોલિવૂડના મારા સાથીઓ જાહેરમાં ગંદાં લૂગડાં ધોઇ રહ્યાં છે અને એેકબીજા પર કાદવ ફેંકી રહ્યા છે એે જોઇને મને ખરેખર દુઃખ થાય છે. ’બીજાનાં સ્ખલનો જોવાની કેટલાક લોકોને મજા પડી રહી છે. બીજાની અંગત વાતોમાં ડોકિયાં કરવામાં કેટલાક લોકોને આનંદ આવી રહ્યો છે’ એમ જેકીએ મિડિયા સાથે વાત કરતાં કહ્યું હતું.
જેકીએ જે ફિલ્મમાં મુખ્ય રોલ કર્યો છે એ ધ પ્લેબૉય મિસ્ટર સાહનીના સ્પેશિયલ સ્ક્રીનીંગ નિમિત્તે એ મિડિયા સાથે વાત કરી રહ્યો હતે. આ ફિલ્મના અન્ય કલાકારો દિવ્યા દત્તા, નીતુ ચંદ્રા, મંજરી ફડનીસ, અર્જન બાજવા, સમીર કોચર ઉપરાંત નિર્માતા કરણ અરોરા અને ડાયરેક્ટર તારિક નાવેદ હાજર હતાં. મી ટુ આંદોલન વિશે પૂછતાં એને નાના પાટેકર અને સાજિદ ખાન વિશે પૂછવામાં આવતાં એણે કહ્યું કે બંને મારા સાથીદારો હતા. આજ લોકોને બીજાની અંગત વાતોમાં ડોકિયાં કરવાની અને બીજાનાં સ્ખલનો જોવાની મોજ પડે છે. આ પરિસ્થિતિ ખરેખર દુઃખદ છે. આવું નહોતું થવું જોઇતું. આ બંનેને હાઉસફૂલ ફોર છોડવી પડી એ વિશે બોલતાં જેકીએ કહ્યું, એ મુદ્દો ફિલ્મ નિર્માતા અને કલાકરો વચ્ચેનો છે. એના વિશે હું કંઇ કહી શકું નહીં. જેકી શ્રોફે કહ્યુ ંહતું આજે બોલિવૂડના મારા સાથીઓ જાહેરમાં ગંદાં લૂગડાં ધોઇ રહ્યાં છે.