વેસ્ટઇન્ડિઝ સામે રમાઇ રહેલી વનડે શ્રેણીની બાકીની ત્રણ મેચો માટે ભારતીય ક્રિકેટ ટીમની આજે જાહેરાત કરવામાં આવી હતી. ભારતીય ટીમમાં ભુવનેશ્વર કુમાર અને બુમરાહની વાપસી થઇ છે. પ્રથમ બે મેચમાં આ બંને રમ્યા ન હતા. બીજી બાજુ મોહમ્મદ સામીને બહાર કરવામાં આવ્યો છે. પ્રથમ બે મેચ માટે ૧૪ સભ્યોની ટીમની પસંદગી કરી લેવામાં આવી છે.
સમીને પ્રથમ બે મેચમાં અંતિમ ઇલેવનમાં જગ્યા મળી હતી પરંતુ બાકીની મેચમાં તક આપવામાં આવી ન હતી. બે વનડે મેચો રમાઈ ચુકી છે જે પૈકી ગુવાહાટીમાં રમાયેલી પ્રથમ મેચ ભારતે જીતી હતી પરંતુ ગઇકાલે રાત્રે રમાયેલી વિશાખાપટ્ટનમ વનડે મેચ ટાઈમાં પરિણમી હતી.
ત્રણ મેચોની ટ્વેન્ટી શ્રેણી પણ વનડે શ્રેણી બાદ રમાનાર છે. વિશાખાપટ્ટનમમાં રમાયેલી બીજી વનડે રોમાંચની ચરમસીમા ઉપર પહોંચ્યા બાદ છેલ્લા બોલે ટાઇ પડતા ભારતીય ક્રિકેટ ચાહકો નિરાશ થયા હતા. ઉમેશ યાદવે છેલ્લી ઓવરમાં લાઇન લેંથ બગાડતા મેચ ટાઈમાં પરિણમી હતી. છેલ્લી ઓવરમાં વિન્ડિઝને જીતવા માટે ૧૪ રનની જરૂર હતી પરંતુ ઉમેશે આ રન બચાવ્યા ન હતા. જે ભારતે કોઇ પણ વિકેટ ગુમાવ્યા વિના બનાવી લીધા હતા. તે પહેલા રાજકોટમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ ઓસોસિએશન મેદાન ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે પ્રવાસી વેસ્ટ ઈન્ડિઝને કચડી નાખીને સૌથી મોટી જીત હાંસલ કરી હતી.
ભારતે વિન્ડિઝને એક ઈનિંગ્સ અને ૧૭૨ રને હાર આપી હતી. ભારતની ટેસ્ટ મેચમાં ઈનિંગ્સ અને રનના મામલામાં આ સૌથી મોટી જીત હતી.
ટીમ : વિરાટ કોહલી, રોહિત શર્મા, શિખર ધવન, રાયડુ, મનિષ પાંડે, ધોની, પંત, જાડેજા, યુજવેન્દ્ર, કુલદીપ, ખલીલ અહેમદ, ભુવનેશ્વર, રાહુલ, જસપ્રિત, ઉમેશ યાદવ.