મંત્રીઓ અને ધારાસભ્યોને સંખ્યા ભેગી કરવાનો ટાર્ગેટ

1284

ગુજરાતની રૂપાણી સરકારે શરૂ કરેલી એકતા યાત્રાનો પ્રથમ તબક્કો સુપર ફ્‌લોપ જતા બીજા તબક્કામાં યાત્રાને સફળ બનાવવા મુખ્યમંત્રી સહિત મંત્રી મંડળના સભ્યો અને ધારાસભ્યોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

જેને પગલે દરેક મતવિસ્તાર દીઠ ૨૦૦ કાર્યકરોને એકતા યાત્રાની રેલીમાં લાવવામાં માટેની ફરજ પાડવામાં આવી રહી છે, એટલે કે માણસો એકઠા કરવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. માત્ર એટલું જ નહીં, દરેક ધારાસભ્યો એ પોતાના મત વિસ્તારમાંથી એકતા યાત્રામાં જોડાનારા કાર્યકરોના નામ અને બાઇક નંબર સાથેની વિગતો રજૂ કરવા માટે આદેશો આપવામાં આવ્યા છે.

ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં એકતા યાત્રાનો પ્રથમ તબક્કોમાં સદંતર નિષ્ફળ જતા સફાળી જાગેલી રૂપાણી સરકારે તેનું વિશ્લેષણ કરતા એવું તારણ નીકળ્યું હતું કે, ભાજપ સંગઠનના આંતરિક વિખવાદોને કારણે યાત્રાને મોળો પ્રતિસાદ મળી રહ્યો છે. જેથી યાત્રાના બીજા તબક્કાને સફળ બનાવવા ભાજપ સંગઠનના બદલે મંત્રીઓ અને ધારાસભ્યોને જવાબદારી સોંપવામાં આવી છે.

Previous articleસરદાર પટેલના પૌત્ર જ સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાપર્ણમાં હાજર નહી રહે
Next articleઅમદાવાદમાં તસ્કરો આખે આખું છ્‌સ્ ચોરી રફૂચક્કર