આજકાલ શહેરમાં ક્રાઈમનો રેશિયો વધી રહ્યો છે, ત્યારે ફરીથી અમદાવાદમાં તસ્કરો સક્રિય થયા છે. આ વખતે અમદાવાદમાં કેનેરા બેંકનું આખેઆખું એટીએમ ચોરી ગયા હતા. આ ઘટનામાં એવું જાણવા મળે છે કે, રાતના સમયે તસ્કરો આવ્યા હતા અને કેનેરા બેંકનું આંખે આખું છ્સ્ ચોરી કરી પલાયન થઈ ગયા છે.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, ઈન્દીરાનગર વિભાગ ૨ પાસે આવેલા કેનેરા બેન્કના છ્સ્ તસ્કરોના નજરે પડ્યું હતું. આ ઘટનામાં મોદી રાતે આચાનક તસ્કરો ત્રાટક્યા હતા અને છ્સ્ આખું ઉપાડી પલાયન થઈ ગયા હતા.
છ્સ્ ની બહાર અને અંદર જે સીસીટીવી કેમેરા લાગ્યા છે તેમાં પણ તસ્કરો દ્વારા સ્પ્રે મારી કેમેરા કેમેરા બંધ કરી દીધા હતા. ત્યારબાદ આખું છ્સ્ મશીન ચોરી કરી પલાયન થઈ ગયા છે. આ ઘટનામાં લગભગ ૫ લાખ જેટલા રૂપિયાની ચોરી થઈ હોવાનો અંદાજ છે.
આ ઘટનાની જાણ થતા અસલાલી પોલીસ ઘટના સ્થળે દોડી આવી છે અને આજુબાજુના સીસીટીવી તપાસ કરવાનું શરૂ કરી હતી. સ્થાનિકોનું કહેવું છે કે આવો બનાવ પહેલીવાર નથી બન્યો.
આના પહેલા પણ આજ છ્સ્ તોડવાનો પ્રયાસ કરવામાં આવેલો છે. પરંતુ એ વખતે સાયરન વાગતા ચોર ટોળકી પલાયન થઈ ગઈ હતી. પરંતુ આ વખતે તેને સફળતા મળી અને તે આખું છ્સ્ ચોરી કરી પલાયન થઈ ગયા છે.