પીપાવાવ રિલાયન્સ નેવલ દ્વારા વરૂણ નામના જહાજનું લોન્ચીંગ

675

પીપાવાવ રિલાયન્સ નેવલ દ્વારા વરૂણ નામના જહાજ શિપ નું લોન્ચીંગ કરવા માં આવ્યું હતું જેમાં કોસ્ટગાર્ડ ના જનરલ ઓફિસર સહીત પીપાવાવ ના સીઈઓ દેેવાશીશબીર, ગુપ્ત સહીત ના અધિકારી ઓ ઓફિસરો અહીં ઉપસ્થિત રહ્યા હતા અને આજે પીપાવાવની જેટી પાસે આ જહાજ નું લોન્ચીંગ કરાયું હતું જેમાં મોટી સંખ્યા માં ઓફિસરો ઉપાસ્થિત રહ્યા હતા ખાસ તો આ શીપ જહાજની વિશેષતા એ છે અત્યાર સુધીમાં કોસ્ટગાર્ડ નું પ્રથમ મોટું જહાજ પીપાવાવ માં બન્યું છે આ શિપ નું નામ વરૂણ ટ્રેનિંગ શિપ આપવા માં આવ્યું છે અને દરેક ઓફિસર ને આમા ટ્રેનિંગ સુવિધા આધુનિક આપવામાં આવી છે અલગ અલગ ક્લાસો પણ બનાવશે ર૦૧૯માં માર્ચ મહિનામાં ડિલેવરી અપાશે એક સાથે ૧૦૦ ઓફિસરો ને ટ્રેનિંગ આપી શકાય તેટલી ક્ષમતા ધરાવે છે ૧૯૮૬માં આવું જહાજ બન્યુ હતું ત્યાર બાદ ગુજરાતમાં પ્રથમ વખત આ જહાજ પીપાવાવમાં માં બની રહ્યું છે ર૪ર લોકો આરામથી બેસી શકે તેવી ક્ષમતા ધરાવે છે કોસ્ટગાર્ડ ની તમામ ટ્રેનિંગ સુવિધા ક્લાસ આ શિપ માં બનશે જેના કારણે ઓફિસરોને ખુબ મોટો ફાયદો થશે સિક્યુરીટી ની બાબતે પણ ધણી વિશેષતા ઓ આ શિપ માં છે અને દરિયા માં કેવી રીતે ઓપરેટ કરવું તે ખાસ પ્લાનિંગ થી સુવિધા ઓ આપવા માં આવી છે દરિયાઈ સીમા પર ઘૂસણખોરી આતંકી પ્રવૃત્તિ સામે આસાની થી લડી શકે તે પ્રકારની તમામ સવિધા ઓ દુશ્મનો સામે હવે એક્સન પ્લાન તૈયાર થયો છે તે પ્રકારે નું તમામ સુવિધા ઓ આપવામાં આવી છે. હાલમાં શિપનું ધણું બધું કામ પણ બાકી છે આવતા દિવસોમાં પૂર્ણ થાય તેવી શક્યાતા જોવા મળી રહી છે જોકે આજે આ મુદ્દે એકસપ્રેસ કોન્ફ્રેન્સ પીપાવાવમાં કરવામાં આવી હતી અને ખાસ તો કોસ્ટગાર્ડ ના ઓફિસરો લડાય કરવા માટેની ની વિષેશ ટ્રંનિગ દરિયામાં જહાજ માં અપાશે કોઈ સ્થિતી ની દરીયા માં તાત્કાલિક કંટ્રોલ માં કેવી રીતે લાવી શકાય ગમે તેવી આંતકી પ્રવૃતિ તે ડામી દેવા માટે તાત્કાલીક શું કરવું તેમની સાથે કેવી રીતે લડી શકાય તેને લઈને આખું શિપ આધુનિક પ્રથમ વખત જોવા મળ્યું હતું. આજે પ્રથમ ધાર્મિક પૂજા અર્ચના કરવામાં આવી હતી ત્યાર બાદ આ કાર્યક્રમ અને લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.

Previous articleચિદમ્બરમની પરેશાનીમાં વધુ વધારો : ચાર્જશીટ દાખલ થઇ
Next articleજાફરાબાદ તાલુકામાં એકતા રથયાત્રાનું થયેલું પ્રસ્થાન