મહુવામાં બીજા દિવસે એસઆરપીના ચુસ્ત બંદોબસ્ત સાથે બજારો ખુલ્લી

953

મહુવામાં મંગળવારના રાત્રિના ૮-૩૦ વાગ્યાના સુમારે નવરાત્રિમાં થયેલ બોલાચાલીના મનદુઃખના કારણે કોળી યુવકની થયેલ કરપીણ હત્યાને પગલે ભારે અગ્નિ ભરેલ સ્થિતિને પગલે જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું. જેને લઈને સંપૂર્ણ મહુવા શહેરમાં અજંપો સર્જાયો હતો અને એસપી સહિત એસઆરપીનો મસમોટો પોલીસ કાફલો મહુવા ખાતે દોડી ગયો હતો અને ચુસ્ત બંદોબસ્ત જાળવી રાખ્યો હતો. મૃતક યુવક જયેશ ગુજરીયા અંતિમ યાત્રા તેમના નિવાસસ્થાનેથી નિકળી હતી ત્યારે સમગ્ર શહેર બંધ રહ્યું હતું અને ભારે અફવાઓ સાથે લોકો ડરના લીધે પોતાના વિસ્તારોમાં જ રહ્યાં હતા અને પોલીસ દ્વારા શહેરની મુખ્ય બજારોમાં પોલીસ બંદોબસ્ત રાખીને કોઈ અનિચ્છનિય બનાવ ન બને તેની કાળજી રાખી હતી અને તમામ વિસ્તારોમાં રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો અને આગેવાનો દ્વારા કોઈપણ જાતની અફવામાં ન આવવા અને અફવા ન ફેલાવવા અપીલ કરવામાં આવી હતી. જો કે હાલ શહેરનું વાતાવરણ શાંતિપૂર્વક રહ્યું હતુ.

હાલ દિવાળી જેવા પર્વને લઈને પણ બજારો જે લોકોની અવરજવર હોય તે હાલ પૂરતી ગ્રામ્ય વિસ્તારના લોકો મહુવા આવવાનું ટાળ્યું હતું. જેની અસર ધંધા રોજગાર પર નહીવત જોવા મળી હતી. હાલ સમગ્ર શહેરનું શાંત વાતાવરણને લઈને સમાજના આગેવાનોએ પણ રાહત અનુભવી હતી.

Previous articleજાફરાબાદ તાલુકામાં એકતા રથયાત્રાનું થયેલું પ્રસ્થાન
Next articleઉમરાળાના ચોગઠ ગામે એકતા રથયાત્રાનું સ્વાગત