ઉમરાળાના ચોગઠ ગામે એકતા રથયાત્રાનું સ્વાગત

937

સરદાર વલ્લભભાઈ પટેલ એ આપણા દેશ ને આઝાદી મળ્યા બાદ દેશના ૫૬૨ રજવાડાઓને એક છત્ર નીચે લાવી એક ભારત શ્રેષ્ઠ ભારતના નિર્માણ માટે અથાગ પ્રયત્ન કર્યો હતો દેશના આ લોખંડી મહાપુરૂષના પ્રત્યે ક્રુતજ્ઞતા વ્યક્ત કરવાના શુભ હેતુસર રાજ્ય સરકારે એકતા રથયાત્રાનું આયોજન કર્યુ છે.

ભાવનગર જિલ્લાનાં ઉમરાળા તાલુકાનાં ચોગઠ ગામે એકતા રથયાત્રા રથ નં. ૦૨ નું આગમન થતાં પદાધિકારીઓ પેથાભાઈ આહિર, સુજાનસિંહ ગોહિલ, દીલીપભાઈ શેટા તેમજ ગામના સરપંચએ સ્વાગત કર્યુ હતુ ચોગઠ ગામે સમુહમાં એકતાના શપથ લેવાયા હતા એકતા રથ સ્થિત સરદાર સાહેબની પ્રતિમાને પદાધિકારી, અધિકારીઓએ ફૂલહાર કર્યા હતા. ગ્રામજનોને રથના વિશાળ પડદા પર સરદાર સાહેબના જીવન સંદેશ ને લગતી ફીલ્મ દર્શાવવામાં આવી હતી.

આ રથયાત્રાને પદાધિકારીઓએ ફ્લેગ ઓફ આપી ઉમરાળા તાલુકાનાં ઉમરાળા શહેરી વિસ્તાર, ગોલરામા, રેવા, માલપરા, પીપરાળી, ટીંબી, વાંગધ્રા, દડવા ગામે પરિભ્રમણ કરવાના શુભ હેતુસર પ્રસ્થાન કરાવ્યુ હતુ.

ચોગઠ ગામે યોજાયેલાં કાર્યક્રમમાં જગદીશભાઈ ભીંગરાળીયા, પ્રતાપભાઈ આહીર, તાલુકા વિકાસ અધિકારી વિસાણી, મામલતદાર પટેલ, પશુ ચિકિત્સા અધિકારી જયેશકુમાર પટેલ, પંચાયત  વિસ્તરણ અધિકારી એ. ડી. હરકટ સહિત સંબંધિત ફરજ પરના અધિકારી/કર્મચારી હાજર રહ્યા હતા.

Previous articleમહુવામાં બીજા દિવસે એસઆરપીના ચુસ્ત બંદોબસ્ત સાથે બજારો ખુલ્લી
Next articleરાજુલા શ્રીમાળી સોની યુવા ગ્રુપ દ્વારા શરદપૂર્ણિમા મહોત્સવની ઉજવણી