વલભીપુર તાલુકા મથકે આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્રની એમ્બ્યુલન્સ છેલ્લા ૮ માસથી સંપુર્ણ બંધ છે.તંત્ર દ્વારા નવી એમ્બ્યુલન્સ ગાંધીનગરથી ફાળબવણી કરવામાં આવી છે. છતાં હજુ સુધી નવી એમ્બ્યુલન્સ વલભીપુર સુધી પહોંતી નથી.
તાલુકાના અંદાજે ૧.રપ લાખ લોકોની આરોગ્ય સુવિધા માટે તાલુકા મથકે આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્ર (સી.એચ.સી.)ની કન્ડમ થઈ ગયેલ ખખડધજ એમ્બ્યુલન્સના નિયમ મુજબના કિલો મીટર પ્રમાણેની ક્ષમતા પુર્ણ થઈ જતાં તેને કંન્ડમ હાલતમાં મુકી દેવામાં આવી છે. ત્યારબાદ નવી આવશે તેની આશાં ચાર-પાંચ માસ વીતી ગયા તો પણ નવી એમ્બ્યુલન્સ બાબતે કોઈ નિર્ણય નહીં લેવામાં આવતા શહેરના જાગૃત નાગરિકો દ્વારા તંત્રને અવાર-નવાર રજુઆતો કરવામાં આવી હજુ થોડા દિવસ પહેલા એબ્મ્બ્યુલન્સ અંગે ભાજપનું પ્રતિનિધિ મંડળ પણ ગાંધીનગર જઈને આ અંગે રજુઆત કરી હતી.
હવે એમ્બ્યુલન્સ બાબતે નિવૃત્ત ફૌજીઓ મેદાનમાં આવ્યા અને શહેરજનો દ્વારા મામલતદાર વલભીપુરને લેખીત રજુઆત કરેલ છે કે, જો આગામી ટુંક સમયમાં આ પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો આઠથી દશ જેટલા નિવૃત્ત ફૌજીઓ ગાંધી ચિંધ્યા રાહે મામલતદાર કચેરી ખાતે ઉપવાસ આંદોલનના મંડાણ કરશે તેમ એકસ આર્મીમેન કરણસિંહ ગોહિલ દ્વારા રજુઆત કરવામાં આવી છે.