ગારિયાધારમાં તમાકુ નિયંત્રણ સ્કવોર્ડ દ્વારા સરપ્રાઈઝ ચેકીંગ

1107

તમાકુ વિરોધી કાયદો “સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ”નું સઘન અમલીકરણ થાય તે હેતુથી જીલ્લા કક્ષાએ તમાકુ નિયંત્રણ સ્કોર્ડ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ/રેડ ની કામગીરી આરોગ્ય વિભાગના મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. એચ. એફ. પટેલના માર્ગદર્શન નીચે તમાકુ નિયંત્રણ સ્કોર્ડ દ્વારા આજરોજ તા.૨૫/૧૦/૨૦૧૮ના રોજ સવારે ૧૧.૩૦ કલાકથી ગારીયાધાર શહેરી વિસ્તારમાં ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

જેમાં તમાકુ કે તમાકુની બનાવટ વહેચતા નાંના-મોટા વેપારીઓ, પાન-ગલ્લા પાર્લર વગેરે જગ્યાએ આકસ્મિક ચેકિંગ હાથ ધરી ૧૧ જેટલી દુકાન ધારકો પાસેથી રૂ. ૯૯૦૦/- નો દંડ વસુલ કરવામાં આવેલ. જેમાં વેપારીઓ દ્વારા “તમાકુથી કેન્સર થાય છે” અને “૧૮ વર્ષથી નાની ઉંમરની વ્યક્તિ   તમાકુ નું વેચાણ/ ખરીદી એ દંડનીય ગુનો છે” અને “સિગારેટ તથા બીડીના છુટક વેચાણ પ્રતિબંધિત છે.” તેની માહિતી આપી હતી.

આ કામગીરીમા તાલુકા હેલ્થઓફિસર ડો.એચ. કે. ચોહાણ, નાયબ મામલતદાર એ. વી. પંડ્યા, ગારીયાધાર  પોલીસ વિભાગના યુ.પી.સી. જે.એમ.ડાંગર, શિક્ષણ વિભાગના એ. જે. જોષી, તથા સોશ્યલવર્કર હિરેનભાઇ, કાઉન્સેલર મમતાબેન સહભાગીદારીથી આ કામગીરીની જહેમત ઉઠાવેલ.

Previous articleવલભીપુર સીએચસીને નવી એમ્બ્યુલન્સ ફાળવવાની એકસ આર્મીમેનો દ્વારા માંગણી
Next articleઘોઘા ખાતેના રો-પેકસ ફેરી સર્વિસ લોકાપર્ણ સંદર્ભે સમીક્ષા બેઠક યોજાઈ