બાળ સુરક્ષા જવાબદારી આપણા સૌની વિષય ઉપર જિલ્લા બાળ સુરક્ષા એકમ- બોટાદ દ્વારા તાજેતરમાં એક દિવસીય તાલીમ યોજાઈ હતી.
જિલ્લા કલેકટર સુજીતકુમારની અધ્યક્ષતામાં અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી હેતલ દવેના માર્ગદર્શન હેઠળ પાલક માતા-પિતા યોજનાના લાભાર્થીઓ, સ્પોન્સરશીપ યોજનાના લાભાર્થી તથા સંસ્થામાં આશ્રય લઇ રહેલ બાળકોના વાલીઓ મળી કુલ ૧૫૦ લોકો સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એક દિવસીય વર્કશોપમાં કલેકટર દ્વારા પ્રેરણાત્મક ઉદ્દબોધન આપવામાં આવેલ. જેમાં બાળ સુરક્ષા એકમ દ્વારા બાળકોની સુરક્ષા માટે માત્ર સરકારી સહાય આપવા પુરતુ જ નહી પરંતુ બાળકોના સર્વાંગી વિકાસ અને સુરક્ષાને ધ્યાનમાં રાખી કામગીરી કરવામાં આવે છે. આ તાલીમમાં જુદા-જુદા વિભાગમાંથી હાજર રહેલ તમામ અધિકારીઓએ બાળકના ભવિષ્યના ઘડતર માટે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.
ગુજરાતમાં સૌ પ્રથમ કિસ્સામાં બોટાદ જિલ્લામાં અનાથ બાળકોના માં વાત્સલ્ય કાર્ડ કાઢી આપવામાં આવેલ જેનું કલેકટર તથા હાજર આગેવાનોના હસ્તે વિતરણ કરવામાં આવ્યુ હતું. આ તાલીમ કાર્યક્રમમાં સી.ડબલ્યુ.સી ચેરમેન અને સભ્યો, રોજગાર અધિકારી પ્રશાંતભાઈ ત્રિવેદી, સહાયક માહિતી નિયામક હેતલ દવે, દહેજ પ્રતિબંધક અધિકારી કે.વી.કાતરીયા, બોટાદ તાલુકા હેલ્થ ઓફિસર શેખર, બાળ સુરક્ષા અધિકારી એસ.એલ. ડવ, લીડ બેંક મેનેજર કુશલ પરિખ, આઈટીઆઈ ઇન્સ્ટ્રક્ટર આર.આર. રોકડીયા તથા મોટી સંખ્યામાં લોકો તેમજ બાળ સુરક્ષા એકમની ટીમે ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.