ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે બે બુટલેગરને ઝડપી લીધા

1042

પોલીસ સ્ટાફને મળેલ બાતમી આધારે રેડ કરી બે બુટલેગરને ઈંગ્લીશ દારૂનો જથ્થો અને સ્કુટર સાથે ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી કરી હતી.

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક પી.એલ.માલની સુચના મુજબ ભાવનગર શહેરમાં ચાલતી પરપ્રાંતીય દારુની પ્રવૂતીને નેસ્તનાબુદ કરવા સુચના આપેલ હોય જે અન્વયે આજરોજ ના.પો.અધિ. ઠાકર તથા ઘોઘારોડ પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. જી.કે.ઇશરાણી સાહેબની સખત સુચના અને માર્ગદર્શન મુજબ ધોધારોડ પો.સ્ટે.ના આસી.સબ.ઇન્સ. ડી.આર.ચુડાસમા તથા હઠીસિહ સોલંકી પો.કોન્સ. ફારૂકભાઇ મહીડા, કિર્તિસિંહ રાણા, ખેંગારસિંહ ગોહિલ, વનરાજસિહ પરમાર, ગોરધનભાઇ ખેરાળા, સાગરદાન ગઢવી , તથા કાળુભાઇ રાઠોડ એ રીતેના પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિંગમા હતા, દરમિયાન પો.કોન્સ. ખેંગારસિહ ગોહિલ તથા વનરાજસિહ પરમારને સંયુક્ત રીતે મળેલ બાતમી આધારે રેઇડ કરી હરેશભાઇ ઉર્ફે ભયલુ ધનજીભાઇ બારૈયા રહે શિવાજી સર્કલ પાસે ભાવનગર તથા સુનીલભાઇ વિક્રમભાઇ પરમાર રહે .આડોડીયાવાસ, ભાવનગરવાળાને રેઇડ દરમ્યાન પકડીપાડી ઇગ્લીસ દારૂની બોટલ નંગ ૧૦૮ કિરૂ ૩૨,૪૦૦ /- તથા નંબર પ્લેટ વગરની એક્ટિવા મોસા કિ રૂ ૪૦,૦૦૦/- તથા એક મોબાઇલ ફોન કિરૂ ૫૦૦/- મળી કુલ કિરૂ ૭૨,૯૦૦/- ની કિમતના મુદ્દામાલ સાથે બંન્ને આરોપીઓને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી ઘોઘારોડ પોલીસ સ્ટેશન માં પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરેલ છે.

Previous articleઘોઘા-દહેજ રો-પેક્સ સેવાના બીજા ચરણના લોકાર્પણ પૂર્વે દહેજ પોર્ટ પર ટગ ડુબી ગઈ
Next articleમહુવામાં ટોળાનો આતંક