દિપિકાને પછાડી કંગના હવે સૌથી વધારે ફી લેનારી સ્ટાર

732

બોલિવુડમાં અભિનેતા અને અભિનેત્રીઓ વચ્ચે ફીને લઇને વારંવાર ચર્ચા થતી રહે છે. દિપિકાથી લઇને અનેક ટોપ અભિનેત્રીઓએ વારંવાર ફીના મુદ્દે અસમાનતા સંબંધમાં પોતાની નારાજગી વ્યક્ત કરી ચુકી છે. ફિલ્મ પદ્માવતમાં કામ કરતી વેળા દિપિકાએ રણવીર સિંહ અને શાહિદ કપુર કરતા પણ વધારે ફી લીધી હતી. આને લઇને મોડેથી એક ઇન્ટરવ્યુમાં કહેવામાં આવ્યુ હતુ કે તેના દ્વારા આ ફીની માંગ કરવામાં આવી હતી. કારણ કે તે આ ફિલ્મમાં આ રોલ માટે આટલી  ફી માટે લાયક હતી. ત્યારબાદ એવી બાબત પણ સપાટી પર આવી હતી કે દિપિકા માત્ર બી ટાઉનન સૌથી ટોપ સ્ટાર જ નથી બલ્કે તે સૌથી વધારે ફી લેનાર અભિનેત્રી પણ છે. હવે તેનો આ તાજ જતો રહ્યો છે. કારણ કે ક્વીન સ્ટાર કંગના રાણાવત ઝાંસીની રાણીની લાઇફ પર બની રહેલી ફિલ્મમાં કામ કરવા માટે તેના કરતા વધારે નાણાં મેળવી ચુકી છે. મણિકર્ણકા ધ ક્વીન ઓફ ઝાંસી માટે કંગના રાણાવતે ૧૪ કરોડ રૂપિયાની ફી લીધી હોવાના હેવાલ મળ્યા છે. આ ફી હજુ સુધી કોઇ પણ અભિનેત્રી દ્વારા હાંસલ કરવામાં આવેલી સૌથી વધારે ફી છે. કોઇ એક ફિલ્મમાં કામ કરવા માટે અન્ય અભિનેત્રી દ્વારા લેવામાં આવેલી  ફી કરતા આ ફી અનેક ગણી છે. કંગના રાણાવતના કહેવા મુજબ તેની ફી તેના રોલ પર આધારિત રહે છે. કારણ કે દરેક પાત્ર અને ફિલ્મની જુદી જુદી ડિમાન્ડ રહે છે. તેના મુજબ ફી નક્કી કરવામાં આવે છે. ફિલ્મ મણિકર્ણિકા શરૂઆતથી જ વિવાદના ઘેરામાં રહી છે. કારણ કે ફિલ્મને લઇને કેટલાક વિવાદ પહેલાથી જ સપાટી પર આવ્યા છે.

Previous articleસુપ્રિમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણયને યથાવત્‌ રાખ્યો, બીટીસી કોર્સમાં એડમિશન કાયદેસર નથી
Next articleગોવિંદાએ રંગીલા રાજાનું શીર્ષક ગીત લોન્ચ કર્યું!