૩૧ ઓક્ટોબરે સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણ કાર્યક્રમની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની હેલીપેડ, ટેન્ટી સિટી, સભા સ્થળ વગેરે સ્થળોની મુલાકાત લીધી હતી. ભુપેન્દ્રસિંહ ચુડાસમા પોતે સરદાર સરોવર નર્મદા નિગમના ચેરમેન રહી ચૂક્યા છે સાથે ૬ ગામ અસરગ્રસ્ત, જુના ૨૭૦ અસરગ્રસ્ત વસાહતો ના અસરગ્રસ્ત અને વિયર ડેમના અસરગ્રસ્ત આમ તમામની સાથે વારંવાર બેઠકો કરી આ પેકેજ બનાવનાર ભુપેન્દ્રસિંહ ચુડાસમા ને મીડિયા દ્વારા અસરગ્રસ્તોનો વિરોધ બાબતે પૂછવામાં આવ્યું તો ગોળગોળ જવાબ આપી એક વિશ્વાસ સાથે કહ્યું કે અસરગ્રસ્તો આ કાર્યક્રમનો વિરોધ નહીં કરે એ વાત ચોક્કસ છે. ગુજરાત સરકારમાં ખુબ મહત્વનું સ્થાન ધરાવતા ચુડાસમાએ કેવડિયા ખાતે કાર્યક્રમના સ્થળે વાન પાર્કિગ સ્થળની સંપૂર્ણ વિગતો સાથે સુરક્ષાને લઈને લઈને પણ ખાસ વ્યવસ્થા નિહાળી, ટેન્ટ સિટીની મુલાકાત લઇ ટેન્ટની સુવિધાઓની જાત માહિતી મેળવી હતી.
સાથે વડા પ્રધાનના ચોપર માટે બનાવાયેલા હેલિપેડ સ્થળની પણ મુલાકાત લીધી હતી. ખાસ કરીને વડાપ્રધાનની સભા થવાની છે, એ સ્થળની મૂલાકાત લઇ માર્ગ-મકાન વિભાગના સચિવ એસ.બી.વસાવા અને અધિકારીઓ સાથે બેઠક કરીને જાત માહિતી મેળવી જરૂરી સૂચનો કર્યા હતાં.
ભુપેન્દ્રસિંહ ચૂડાસમાની સાથે નર્મદા જિલ્લા કલેકટર આર.એસ.નિનામા, જિલ્લા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા, માર્ગ અને મકાન વિભાગના સચિવ એસ.બી.વસાવા, સરદાર સરોવર વિભાગના અધિક્ષક ઇજનેર એચ.આર.કાનુગો વગેરેએ આ મુલાકાતમાં સાથે રહી ચૂડાસમાને માહિતગાર કર્યા હતા.