ગાંધીનગર જિલ્લા ભાજપ અનુ.જાતિ મોરચા દ્વારા દહેગામ ખાતે ચંદન વાલ્મિકી વાસમાં મહર્ષિ વાલ્મિકી જયંતિની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં દહેગામના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ, ગાંધીનગર જિલ્લા ભાજપના પ્રમુખ નૈલેશભાઈ શાહ, ગાંધીનગર જિલ્લા ભાજપ અનુ.જાતિ મોરચાના પ્રમુખ નિલેશ આચાર્ય, દહેગામ નગરપાલિકાના ઉપપ્રમુખ ગીતાબેન રાઠોડ, મોરચાના મહામંત્રી ગણપતભાઈ, કનુભાઈ અને દહેગામ ભાજપ સંગઠનના હોદ્દેદારો અને વાલ્મિકી સમાજના આગેવાન ભાઈઓ-બહેનો હાજર રહ્યા હતા. આ પ્રસંગે વાલ્મિકી સમાજના આગેવાનોનું મહર્ષિ વાલ્મિકી ઋષિની પ્રતિમા આપી સન્માન કરવામાં આવ્યું હતું.