શહેરના વડવા તલાવડી વિસ્તારમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ગેમ્બલરોને એસઓજી ટીમે બાતમીરાહે રેડ કરી રોકડ મત્તા સાથે ઝડપી લીધા હતા.
એસ.ઓ.જી. શાખાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર ડી.ડી.પરમારની સુચનાથી પોલીસ કોન્સ. રાજદીપસિંહ ગોહિલને મળેલ બાતમી આધારે ભાવનગર શહેરના વડવા તલાવડી, બહુચરમાના મંદીર સામે આવેલ ખુલ્લા મેદાનમાં બાવળની કાંટમાં જાહેરમાં ગંજીપાના નાં પત્તા તથા રોકડ રકમ વડે હારજીતનો તીનપત્તીનો જુગાર રમતા દિપકભાઈ ઉર્ફે દિપુ નાથાભાઈ ડાભી રે.તલાવડી, રાજુ કડવાભાઈ સોલંકી રે.કાળાતળાવ, કેતન મનજીભાઈ મકવાણા રે.તલાવડી તથા સલીમ મજીદભાઈ હબીબાણી રે.કુંભારવાડાવાળાને રોકડ રૂપિયા ૧૦,૯૦૦/- તથા જુગાર સાહીત્ય સાથે ઝડપી પાડી નિલમબાગ પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે. આ કામગીરીમાં એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર ડી.ડી.પરમાર તથા હેડકોન્સ. ઓમદેવસિંહ ગોહીલ, પોલીસ કોન્સ. રાજદીપસિંહ ગોહીલ, લગ્ધીરસિંહ ઝાલા, ધર્મેન્દ્રસિંહ ગોહીલ, પ્રદિપસિંહ ગોહિલ, બાવકુદાન ગઢવી, યોગીનભાઇ ધાંધલ્યા જોડાયા હતા.