યૂનાન ટાપૂ પર ૬.૮ની તીવ્રતાના ભૂકંપના ઝટકા,કોઈ જાનહાનિ નહિ

733

આયોનિયન સાગરમાં સ્થિત જાનેટ ટાપૂ પર શુક્રવારે ૬.૮ની તીવ્રતાનો ભૂકંપનો ઝટકો અનુભવાયો હતો. ટાપૂ પર ત્યારબાદ અનેક ઝટકા અનુભવાયા હતા. અધિકારીઓના જણાવ્યાનુસાર ભૂકંપના કારણે ટાપૂને નુકસાન થયું છે પરંતુ કોઈ જાનહાનિ થઈ નથી. ભૂકંપના ઝટકા યૂનાનની મુખ્ય ભૂમિ, દક્ષિણી ઈટાલી અને માલ્યામાં પણ અનુભવાયા હતા. સૂત્રોના જણાવ્યાનુસાર ભૂકંપના કારણે કોઈ ઘાયલ થયું હોય તેવા પણ સમાચાર મળ્યા નથી.

ભૂકંપના કારણે ભૂસ્ખલન થયું છે અને તેના કારણે રસ્તાને નુકસાન પહોંચ્યું છે. ટાપૂ પર રહેલી ગોદીને પણ ભૂકંપના કારણે નુકસાન થયું છે. અમેરિકી ભૂગર્ભ સર્વેક્ષણ અનુસાર શુક્રવારે સવારે આ ભૂકંપથી ટાપૂનો દક્ષિણ ભાગ પ્રભાવિત થયો હતો. યૂનાની ટાપૂ પર આવેલા ભૂકંપના કારણે શાળા બંધ રાખવામાં આવી હતી. ૬.૫ની તીવ્રતાના ભૂકંપ બાદ સૂનામીની ચેતવણી પણ આપવામાં આવી હતી જેના કારણે લોકોએ રાત પોતાની કારમાં વિતાવી હતી. સવાર સુધીમાં લોકોએ ભૂકંપના ૧૫ આંચકા અનુભવ્યા હતા.

Previous articleકુખ્યાત હાફીઝ સઇદના સંગઠનો પ્રતિબંધિત સંગઠનોની યાદીથી દૂર
Next articleભીમા કોરેગાંવ હિંસામાં ત્રણ આરોપીના જામીન ફગાવાયા