ભીમા કોરેગાંવ હિંસામાં ત્રણ આરોપીના જામીન ફગાવાયા

526

પુણે સેશન્સ કોર્ટે ભીમા કોરેગાંવ હિંસાના મામલામાં આરોપી અરુણ ફરેરા, વર્નોન ગોન્ઝાલવિસ અને સુધા ભારદ્વાજની જામીન અરજી ફગાવી દેવામાં આવી છે. હાલમાં ત્રણેય આરોપી નજરકેદ હેઠળ છે. તેમની નજરકેદની અવધિ આજે પૂર્ણ થઇ હતી. આજે પુણેની સેશન્સ કોર્ટના ચુકાદા બાદ ત્રણેય આરોપીઓની નજર કેદ હેઠળ રાખવાની અવધિને વધારી દેવામાં આવી છે. આ ઉપરાંત આ મામલામાં બે અન્ય આરોપીની ધરપકડ ઉપર સુપ્રીમ કોર્ટનો ચુકાદો હજુ આવ્યો નથી.

મહારાષ્ટ્ર પોલીસે પાંચ કાર્યકરો વરવરા રાવ, અરુણ ફરેરા, વર્નોન ગોન્ઝાલવિઝ, સુધા ભારદ્વાજ, ગૌત્તમને કોરેગાંવ હિંસાના સંદર્ભમાં પકડી પાડ્યા હતા. ભીમા કોરેગાંવમાં થયેલી હિંસાના સંદર્ભમાં એફઆઈઆરના આધાર ઉપર પોલીસે પાંચેયની ૨૮મી ઓગસ્ટના દિવસે ધરપકડ કરી હતી ત્યારબાદ આ કાર્યકરો નજરકેદ હેઠળ હતા. ગૌત્તમ નવલખાને દિલ્હી હાઈકોર્ટમાંથી રાહત મચી ચુકી છે. ત્યારબાદ મુંબઈ હાઈકોર્ટે ગૌત્તમ નવલખા અને પ્રોફેશર આનંદ તેલતુમડે બંનેની ધરપકડ ઉપર ૨૬મી ઓક્ટોબર સુધી ચુકાદો નહીં આપવાની વાત કરી હતી. આ વર્ષની શરૂઆતમાં પુણેની નજીક ભીમા કોરેગાંવમાં જાતિય હિંસા ભડકી ઉઠી હતી જેમાં એકનું મોત થયું હતું. ત્યારબાદ મહારાષ્ટ્રના જુદા જુદા વિસ્તારમાં હિંસા ભડકી ઉઠી હતી અને તેમાં અનેક લોકો ઘાયલ થયા હતા.

Previous articleયૂનાન ટાપૂ પર ૬.૮ની તીવ્રતાના ભૂકંપના ઝટકા,કોઈ જાનહાનિ નહિ
Next articleખેતરમાં કોઇ વસ્તુ બેકાર નથી હોતી, કચરાને પણ કંચન બનાવી શકાય છે : મોદી