પટનામાં ભયંકર બસ દુર્ઘટના : ચાર લોકોના મોત,બે ડઝનથી વધુ ઘાયલ

647

પટનાથી આગમકુઆ વિસ્તારમાં ધનુકી મોડ પાસે શુક્રવારે બપોરે એક ભયંકર બસ હદસો થયો હતો, જેમાં ૪ લોકોના મોત થયા છે. જાણકારી મુજબ યાત્રીઓથી ભરેલી બસ પટનાથી સમસ્તીપુર જઈ રહી હતી. ત્યારે ધનુકી મોડ પાસે અનિયંત્રિત થઇ ગઈ. ત્યારબાદ વીજળીના થાંભલા સાથે ટકરાઈ અને ખાડામાં પડી ગઈ હતી. આ ઘટનામાં બે ડઝન કરતા વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે.

જોકે, પોલીસે તરત જ ઘટનાસ્થળે પહોંચી રાહત અને બચાવ કાર્ય શરુ કર્યું હતું. ક્રેનની મદદથી બસને ખાડામાંથી બહાર કાઢવામાં આવી હતી. ઇજાગ્રસ્તોને નાલંદા મેડિકલ કોલેજ અને પટના મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, ધનુકી મોડ પાસે બસને ઓવરટેક કરવાના ચક્કરમાં ચાલકે નિયંત્રણ ગુમાવતા આ હદસો થયો હતો.

પટનાના જિલ્લાધિકારી કુમાર રવિ અને એસએસપી મનુ મહારાજ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ અધિકારીઓએ રાહત અને બચાવ કાર્યનું નિરીક્ષણ કર્યું હતું.

એસએસપી મનુ મહારાજે જણાવ્યું કે, આ આખી ઘટનાની તપાસ થઇ રહી છે. અને આ દુર્ઘટના થવાના કારણો વિષે જાણકારી મેળવવામાં આવી રહી છે.

Previous articleજમ્મુ કાશ્મીર : સોપોરેમાં બે ત્રાસવાદીને ઠાર કરી દેવાયા
Next articleસીબીઆઈના ચીફને દૂર કરવાથી મોદીને ફાયદો નહીં થાય : રાહુલ