પાલીતાણા તાલુકાની મોટી પાણીયાળી ગામે પ્રાથમિક શાળામાં પ્રાર્થના હોલનો અભાવ હતો ત્યાં શાળાના આચાર્ય યુનુસખાન બલોચ દ્વારા પાલીતાણાના ધારાસભ્ય પ્રવિણભાઈ રાઠોડને રજૂઆત કરતા પાલીતાણાના ધારાસભ્ય પ્રવિણભાઈ રાઠોડે રાજ્યસભાના સાંસદ મધુસુદન મિસ્ત્રીને લેખીત રજૂઆત કરતા સાંસદ મધુસુદન મિસ્ત્રીએ તે શાળામાં પ્રાર્થના હોલ બને તે માટે રૂા.પ૦૦૦૦૦ની ગ્રાન્ટ આપેલ ને તે ગ્રાન્ટમાંથી આ પ્રાર્થના હોલ બનેલ જેનું આજ શિક્ષક દિવસે આ પ્રાર્થના હોલનું લોકાર્પણ કરતા પાલીતાણાના ધારાસભ્ય પ્રવિણભાઈ રાઠોડ તેમજ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ગોરધનભાઈ પી. ગોટી તેમજ શાળાના આચાર્ય યુનુસખાન બલોચ ગામના સરપંચ કિશોરભાઈ તેમજ ગામ લોકો તેમજ શાળાના વિદ્યાર્થીઓની હાજરીમાં લોકાર્પણ કરાયું. આ પ્રસંગે શાળાના આચાર્ય તેમજ ગામના સરપંચએ સાંસદ મધુસુદન મિસ્ત્રી તેમજ ધારાસભ્ય પ્રવિણભાઈ રાઠોડનો આભાર વ્યક્ત કર્યો હતો.